વડોદરા શહેર અને જિલ્લાની 9 બેઠક ભાજપના ફાળે, જાણો મંત્રીપદ માટે કોણ કોણ દાવેદાર ?

|

Dec 10, 2022 | 2:59 PM

વડોદરાને (Vadodara) પણ ફરી એક વખત સરકારમાં મજબૂત પ્રતિનિધિત્વ મળી શકે છે. વડોદરા શહેર અને જિલ્લાની પ્રજાએ ભાજપને 9 બેઠકો આપી છે ત્યારે આ 9 ધારાસભ્યોમાંથી વડોદરાની પ્રજાના પ્રતિનિધિ તરીકે કોને સ્થાન મળી શકે તેની પર ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

વડોદરા શહેર અને જિલ્લાની 9 બેઠક ભાજપના ફાળે, જાણો મંત્રીપદ માટે કોણ કોણ દાવેદાર ?
Image Credit source: File Photo

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો સાથે જીત મેળવી છે. કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાની કુલ 10 બેઠકો પૈકી 9 બેઠકો પર કેસરિયો લહેરાયો છે, જ્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ વિજય મેળવી મધુ શ્રીવાસ્તવ સહિત ત્રણ દિગગજો ને હાર આપી છે જેમાં 2017માં કોંગ્રેસે બે બેઠક મેળવી હતી પરંતુ આ વખતે એકેય બેઠક કોંગ્રેસ મેળવી શકી નથી.

ગુજરાતમાં નવી સરકારના પ્રધાનમંડળની રચનાની કવાયત શરૂ થઇ છે. ત્યારે વડોદરાને પણ ફરી એક વખત સરકારમાં મજબૂત પ્રતિનિધિત્વ મળી શકે છે. વડોદરા શહેર અને જિલ્લાની પ્રજાએ ભાજપને 9 બેઠકો આપી છે ત્યારે આ 9 ધારાસભ્યોમાંથી વડોદરાની પ્રજાના પ્રતિનિધિ તરીકે કોને સ્થાન મળી શકે તેની પર ચર્ચાઓનો દોર શરૂ થયો છે. વડોદરાના જે 9 ધારાસભ્યો ચૂંટાયા છે તે પૈકી 3 ધારાસભ્યોના નામ હાલ ચર્ચાઇ રહ્યા છે. તેમાં રાવપુરાના ધારાસભ્ય બાલુ શુક્લ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાનો સમાવેશ થાય છે.

સૌપ્રથમ વાત કરી બાલુ શુક્લની તો બાલુ શુક્લ વડોદરાના સાંસદ રહી ચૂક્યા છે, મેયર રહી ચૂક્યા છે અને પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી છે. આ ઉપરાતં તેઓ વિવિધ સમિતિઓમાં પણ સેવાઓ આપી ચૂક્યા છે. RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા બાલુ શુક્લને વડાપ્રધાન મોદીની નજીકના માનવામાં આવે છે. બીજા દાવેદાર મનીષા વકીલની વાત કરીએ તો પૂર્વ સીએમ આનંદીબેન પટેલની નજીક ગણાતા મનીષા વકીલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. વળી અત્યાર સુધી તેમની સાથે કોઇ વિવાદ પણ નથી સંકળાયેલો. શિક્ષક હોવાના નાતે તેમણે બહુ ઝડપથી વહીવટી અનુભવમાં નિપુણતા કેળવી છે. ત્રીજા દાવેદાર કેયુર રોકડીયા હાલ વડોદરા શહેરના મેયર પદે આરૂઢ છે. આ ઉપરાંત તેઓ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને FRCમાં કમિટી મેમ્બર રહી ચૂક્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મહત્વનું છે કે, આખા ગુજરાતની જેની પર મીટ મંડાયેલી હતી તે વાઘોડિયા બેઠક પરથી ભાજપ ના બીજા બળવાખોર નો પરાજય થયો, મધુ શ્રીવાસ્તવની તો હાર થઈ છે. ભાજપના ઉમેદવાર જેઓ જિલ્લા સંગઠન ના પ્રમુખ પણ છે તે અશ્વિન પટેલનો પણ પરાજય થયો, કોંગ્રેસે પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ ને આ બેઠક પરથી જંગમાં ઉતાર્યા હતા તેઓ પણ કાઈ ખાસ ઉકાળી શક્યા નહી પરંતુ 2017ની ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો.

Next Article