Goa Election: નીતિન ગડકરી આવતીકાલે ગોવા માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરશે, CM સાવંત અને દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓ રહેશે હાજર

|

Feb 07, 2022 | 6:46 PM

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) 8 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે ગોવા વિધાનસભા ચૂંટણી હાજર (Goa Assembly Election) માટે ભારતીય જનતા પાર્ટી (BJP)નો મેનિફેસ્ટો જાહેર કરશે.

Goa Election: નીતિન ગડકરી આવતીકાલે ગોવા માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરશે, CM સાવંત અને દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓ રહેશે હાજર
Nitin Gadkari - File Photo

Follow us on

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) 8 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે ગોવા વિધાનસભા ચૂંટણી હાજર (Goa Assembly Election) માટે ભારતીય જનતા પાર્ટી (BJP)નો મેનિફેસ્ટો જાહેર કરશે. ભારત રત્ન લતા મંગેશકરના નિધનની માહિતી બાદ પાર્ટીએ રવિવારે મેનિફેસ્ટો બહાર પાડવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. માહિતી આપતા ગોવા બીજેપીએ જણાવ્યું કે, મંગળવારે ગડકરી સવારે 11 વાગે ડાબોલિમ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ તેઓ ત્યાંથી પણજી જવા રવાના થશે. ભાજપે રાજધાની પણજીમાં સંકલ્પ પત્રના વિમોચનનો સમય લગભગ 12.30 વાગ્યાનો રાખ્યો છે.

પ્રવાસન અને બંદરોના રાજ્ય મંત્રી અને ગોવાના ચૂંટણી સહ-પ્રભારી શ્રીપદ નાઈક, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રેલવે અને કાપડ રાજ્ય પ્રધાન દર્શન જરદોશ (ગોવાના ચૂંટણી સહ-પ્રભારી), મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, ગોવાના પ્રમુખ સદાનંદ શેટ તાવનાડે, ગોવા ડેસ્ક પ્રભારી સીટી રવિ અને ઘણા કેન્દ્રીય અને રાજ્યના નેતાઓ આ પ્રસંગે હાજર રહેશે.

કોંગ્રેસે ગોવા માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો

ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ ગડકરી વિવિધ ચૂંટણી પ્રચાર કાર્યક્રમોમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રવિવારે આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. એટલું જ નહીં, આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દરિયાકાંઠાના રાજ્યમાં ખાણકામની પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે. ચિદમ્બરમે કહ્યું, રાજ્ય માટે સમસ્યા સંસાધન શોધવાની નથી, પરંતુ સંસાધન ફાળવણીની છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગોવામાં 14 ફેબ્રુઆરીએ ચૂંટણી

40 સીટોવાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે સમાપ્ત થાય છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પ્રસ્તાવિત છે. ગોવામાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2017માં યોજાઈ હતી. કોંગ્રેસ 15 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, પરંતુ તે સરકાર બનાવી શકી નહીં.

ભાજપે 13 બેઠકો જીતી અને MGP, GFP અને બે અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર બનાવવામાં સફળ રહી. સ્વર્ગસ્થ મનોહર પર્રિકર ગોવાના મુખ્યપ્રધાન બન્યા, પરંતુ 17 માર્ચ 2019ના રોજ મનોહર પર્રિકરના અવસાન પછી, ડૉ. પ્રમોદ સાવંતને રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા.

 

આ પણ વાંચો : UP Assembly Election: મમતા બેનર્જીએ કહ્યું- યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવની જીત થશે, આવતીકાલે લખનૌમાં કરશે પ્રચાર

આ પણ વાંચો : UP Election: PM મોદીએ બિજનૌરના જન ચૌપાલમાં કહ્યું- નકલી સમાજવાદીઓથી સચેત રહો, યોગી સરકારમાં ભાઈ-ભત્રીજાવાદથી મુક્તિ મળી

Next Article