Goa Assembly Election 2022: ગોવામાં આજે બમ્પર મતદાન થયું હતું. ઈલેક્શન કમિશનના આંકડા મુજબ, દરિયાકાંઠાના રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધી 75.29 ટકા મતદાન થયું હતું. આ સાથે 301 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે ગોવામાં વિધાનસભાની 40 સીટો છે. બહુમતીનો આંકડો 21 છે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે અમને આશા છે કે અહીં ફરીથી ભાજપની સરકાર બનશે. મને ખાતરી છે કે આ વખતે અમને 22થી વધુ બેઠકો મળશે. જણાવી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 13 સીટો જીતી હતી. સીએમ સાવંતે કહ્યું કે આ વખતે પણ લોકો ભાજપને જ વોટ આપશે.
સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસના બંને નેતા માઈકલ લોબો અને ઉત્પલ પર્રિકર ચૂંટણી હારી જશે. ચોક્કસપણે ભાજપની સરકાર બની રહી છે. સરકાર બનાવવા માટે અમારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. અમને પૂર્ણ બહુમતની સરકાર મળશે.
ગોવામાં અગ્રણી ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત (ભાજપ), વિરોધ પક્ષના નેતા દિગંબર કામત (કોંગ્રેસ), ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચર્ચિલ અલેમાઓ (ટીએમસી), રવિ નાઈક (ભાજપ), લક્ષ્મીકાંત પારસેકર (અપક્ષ), ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાનો વિજય સરદેસાઈ (GFP), સુદિન ધાવલીકર (MGP), ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર અને AAPના મુખ્ય પ્રધાનપદના ચહેરા અમિત પાલેકરનો સમાવેશ થાય છે. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પહેલા ગઠબંધનની જાહેરાત કરી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે.
ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતા માઈકલ લોબોએ કહ્યું કે, મનોહર પર્રિકરે કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું મારા પુત્ર (ઉત્પલ પર્રિકરને) રાજકારણમાં નહીં લાવું. જો તેઓ આવશે, તો તેઓ પોતાની મેળે આવશે. જો તે (ઉત્પલ પર્રિકર) જીતશે તો અમે તેમની સાથે વાત કરીશું.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે કોંગ્રેસના બંને નેતા માઈકલ લોબો અને ઉત્પલ પર્રિકર ચૂંટણી જીતી શકશે નહીં. ચોક્કસપણે ભાજપની સરકાર બની રહી છે. સરકાર બનાવવા માટે અમારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. અમને પૂર્ણ બહુમતની સરકાર મળશે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગોવામાં સરકાર બનાવી હતી. ગત ચૂંટણીમાં ગોવામાં વોટ ટકાવારી 83 ટકા હતી. 2017માં કોંગ્રેસે 36 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી. જે બહુમતીના આંકડા કરતા 4 ઓછા હતા. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ ગોવા વિધાનસભા ચૂંટણી 2017માં 36 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 13 બેઠકો જીતી હતી. ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) એ 4 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 3 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટી 40 સીટો પર લડી હતી પરંતુ એક પણ સીટ જીતી શકી નથી.
આ પણ વાંચો : ‘પાકિસ્તાન આર્મી આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ’, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોને આપ્યુ મોટુ નિવેદન