Goa Election: ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, પૂર્વ મંત્રી માઈકલ લોબો પત્ની સાથે કોંગ્રેસમાં જોડાયા

|

Jan 11, 2022 | 10:51 PM

ઉત્તર ગોવામાં (North Goa) લોબોની મજબૂત પકડ માનવામાં આવે છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જોસેફ રોબર્ટ સિક્વેરાને હરાવ્યા હતા. અગાઉ સોમવારે તેમણે કહ્યું હતું કે, મેં ગોવાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.

Goa Election: ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, પૂર્વ મંત્રી માઈકલ લોબો પત્ની સાથે કોંગ્રેસમાં જોડાયા
BJP Former Minister Michael Lobo Joined Congress

Follow us on

ગોવા વિધાનસભા ચૂંટણી 2022 (Goa assembly elections 2022) પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. માઈકલ લોબો (Michael Lobo) મંગળવારે મંત્રી પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસમાં (Congress) જોડાઈ ગયા છે. તેમની સાથે તેમની પત્ની ડેલિલા લોબો પણ પાર્ટીમાં સામેલ થયા છે. કાલંગુટ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લોબોએ પણ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

ઉત્તર ગોવામાં (North Goa) લોબોની મજબૂત પકડ માનવામાં આવે છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જોસેફ રોબર્ટ સિક્વેરાને હરાવ્યા હતા. અગાઉ સોમવારે તેમણે કહ્યું હતું કે, મેં ગોવાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મને આશા છે કે કાલંગુટ વિધાનસભા ક્ષેત્રના લોકો મારા નિર્ણયનું સન્માન કરશે. હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી રહ્યો છું. હવે પછી હું શું પગલાં ભરું છું તે જોવું રહ્યું. હું અન્ય પક્ષોના સંપર્કમાં છું. પાર્ટીના નિર્ણયોને કારણે હું નારાજ છું અને પાર્ટીના કાર્યકરો પણ નિરાશ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અપક્ષ ધારાસભ્ય ગોવિંદ ગૌડેએ પણ રાજીનામું આપી દીધું છે

બીજી તરફ રાજ્યના અન્ય મંત્રી અને અપક્ષ ધારાસભ્ય ગોવિંદ ગૌડેએ પણ મંગળવારે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપમાં જોડાશે. પ્રિયોલના અપક્ષ ધારાસભ્ય ગૌડે 2017થી ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને સમર્થન આપી રહ્યા છે. તેઓ મનોહર પર્રિકર સરકારમાં મંત્રી હતા. તેમના મૃત્યુ બાદ રચાયેલી પ્રમોદ સાવંત સરકારમાં તેઓ મંત્રી પણ છે.

તેમણે કહ્યું, હું ભાજપમાં જોડાવાના તેમના દ્વારા આપવામાં આવેલા આમંત્રણનું સન્માન કરું છું. હું છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે છું અને મેં તેની સાથે નજીકથી કામ કર્યું છે. ગૌડે રાજ્યના કલા અને સંસ્કૃતિ અને આદિજાતિ કલ્યાણ મંત્રી છે. તેમણે કહ્યું, એક અપક્ષ (ધારાસભ્ય) તરીકે, મને સમજાયું છે કે કેટલીક મુશ્કેલીઓ છે. જ્યારે તમે રાજકીય પક્ષમાં હોય, ત્યારે સંગઠન તમને સમર્થન આપવા માટે હોય છે. કાર્યકર્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

આ પણ વાંચો : UP Election : સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ ભાજપ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત, અમિત શાહ અને જેપી નડ્ડા લઈ રહ્યા છે પ્રદેશવાર રિપોર્ટ

આ પણ વાંચો : UP Election 2022: સ્વામી પ્રસાદ મૌર્યના ઝટકા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 13 ધારાસભ્યો SP માં જોડાશે

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે સામેલ

Published On - 10:50 pm, Tue, 11 January 22

Next Article