Goa Election : પૂર્વ CM મનોહર પર્રીકરના પુત્રએ પણજી બેઠક પરથી માંગી ટિકિટ, ભાજપે કહ્યું- નેતાના પુત્રને જ ટિકિટ નહીં મળે

|

Jan 13, 2022 | 3:27 PM

પૂર્વ સીએમ મનોહર પર્રિકર (Manohar Parikar)ના પુત્ર ઉત્પલ પર્રિકરે ધમકી આપી છે કે જો ભાજપ તેમને ટિકિટ નહીં આપે તો અપક્ષ તરીકે ચૂંટણી લડશે, પરંતુ અમિત શાહે ઉત્પલ ને આમ ના કરવા કહ્યુ છે.

Goa Election : પૂર્વ CM મનોહર પર્રીકરના પુત્રએ પણજી બેઠક પરથી માંગી ટિકિટ, ભાજપે કહ્યું- નેતાના પુત્રને જ ટિકિટ નહીં મળે
Utpal Parikar and Amit Shah (file photo)

Follow us on

ગોવામાં 14 ફેબ્રુઆરી(Goa Assembly Election 2022)એ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલનો સમયગાળો શરૂ થયો છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની 40 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દરમિયાન સીટોને લઈને અસંતોષનો અવાજ પણ ઝડપથી ઉઠવા લાગ્યો છે. હાલમાં પણજી સીટને લઈને ગોવામાં વિરોધ થઈ રહ્યો છે. ભાજપના દિવંગત નેતા અને પૂર્વ સીએમ મનોહર પર્રીકર (Manohar Parrikar ) ના પુત્ર ઉત્પલ પર્રિકર પણજી બેઠક પર સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. જો કે હવે ભાજપે પણજીથી ગોવાની ચૂંટણી લડવાની તેમની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

ઉત્પલ પર્રિકરની માંગને નકારી કાઢતા, ભાજપના ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પુષ્ટિ કરી છે કે તેમની પાર્ટી કોઈ નેતાનો પુત્ર હોવાને કારણે ટિકિટ આપતી નથી. આ માટે યોગ્યતા એ પ્રથમ પ્રાથમિકતા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મને ખબર નથી કે બુધવારે તેમની અને અમિત શાહ (Amit Shah) વચ્ચેની બેઠકમાં શું ચર્ચા થઈ હતી. હું તેના વિશે માહિતી મેળવ્યા પછી જ મારો અભિપ્રાય વ્યક્ત કરીશ.’ 2019 માં તેમના પિતાના અકાળે અવસાન પછી, ઉત્પલ પર્રિકરે પણજીમાં આગામી પેટાચૂંટણી લડવાની તેમની ઇચ્છા જાહેર કરી. જોકે ભાજપે સિદ્ધાર્થ કુંકલિંકર(Sidharth Kuncalienker) ને ટિકિટ આપી હતી.

પર્રિકરના પુત્રને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મનોહર પર્રિકરના મોટા પુત્ર પણજી બેઠક પરથી પેટાચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ ભાજપે પરિવારવાદને પ્રોત્સાહન ન આપવાના નામે ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જોકે, અત્યારે પણ ભાજપનું એવું જ કહેવું છે. જ્યાં સુધી મનોહર પર્રિકર જીવિત હતા. ત્યાં સુધી ઉત્પલે ક્યારેય રાજકારણમાં રસ દાખવ્યો ન હતો. જો કે હવે તે પોતાના પિતાના રાજકીય વારસા પર પોતાનો દાવો સતત રજૂ કરી રહ્યો છે. થોડા સમય પહેલા તેમણે કહ્યું હતું કે, જો તેમને પણજી સીટ નહીં મળે તો તેઓ કડક પગલું ભરી શકે છે.

ગોવામાં 14 ફેબ્રુઆરીએ ચૂંટણી છે

ભૂતપૂર્વ સીએમના પુત્રએ ધમકી આપી છે કે જો ભાજપ તેમને ટિકિટ નહીં આપે તો તે અપક્ષ તરીકે ચૂંટણી લડશે, પરંતુ શાહે તેમને આવું કરવાની મનાઈ કરી હતી. ભારતના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા 8 જાન્યુઆરીએ જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર, રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મત ગણતરી 10 માર્ચે થશે. મતદાર યાદીમાં 11,56,762 નોંધાયેલા મતદારો સાથે મતદાન મથકોની સંખ્યા વધીને 1722 થઈ ગઈ છે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી તમામ રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને મતદાનનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

UP Assembly Election: રાજીનામાનો સિલસિલો આજે પણ ચાલુ ! અત્યાર સુધીમાં 7 ધારાસભ્ય ભાજપ છોડી ચૂક્યા છે

આ પણ વાંચોઃ

ચૂંટણી મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી: આ રાજ્યની હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો કર્યો ઈન્કાર

Next Article