ગોવામાં (Goa) વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની સંભાવનાને લઈને શનિવારે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓ વચ્ચે ખેંચતાણ રહી હતી. આગામી ગોવા વિધાનસભા ચૂંટણીને (Goa Assembly Election) ધ્યાનમાં રાખીને TMCએ ભાજપને હરાવવા માટે કોંગ્રેસને ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના ગઠબંધનના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે એવું કોઈ ગઠબંધન ન હોઈ શકે જેમાં પાર્ટી મુખ્ય ભૂમિકા ન ભજવતી હોય.
તૃણમૂલ કોંગ્રેસે ગઠબંધનનું સૂચન કર્યું હતું, પરંતુ વિપક્ષી દળોમાં વિશ્વાસના અભાવને કારણે પ્રસ્તાવ વધુ આગળ વધી શક્યો નહોતો. આ સાથે જ ગત વિધાનસભાની ચૂંટણીમાં સારુ પ્રદર્શન ન કરી શકનાર આમ આદમી પાર્ટી પણ આ વખતે પોતાના દમ પર શાનદાર પ્રદર્શન કરવા આતુર છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે ભાજપનો વિરોધ કરી રહેલા વિવિધ પક્ષોનું “મહાગઠબંધન” મતોના વિભાજનને રોકવામાં મદદ કરશે. જો કે વિધાનસભાની ચૂંટણીને આડે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, આવી સ્થિતિમાં તે શક્ય જણાતું નથી.
કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ જેઓ ગોવામાં પોતપોતાના પક્ષોનું કામ જોઈ રહ્યા છે, તેઓએ ગઠબંધનના સૂચનો વચ્ચે પણ એકબીજા પર નિશાન સાધ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના ગોવાના પ્રભારી મહુઆ મોઇત્રાએ શનિવારે કહ્યું કે પાર્ટી કોંગ્રેસના જવાબની રાહ જોઈ રહી છે. ટીએમસી નેતાએ કહ્યું, “કોંગ્રેસ નેતૃત્વને સમજવું જોઈએ કે ભાજપનો સામનો કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસે જાણવું જોઈએ કે તે એકલી આ લડાઈ લડવા સક્ષમ નથી.
તેમણે અગાઉ કહ્યું હતું કે જો કોંગ્રેસે ગોવામાં પોતાની ફરજ નિભાવી હોત તો તૃણમૂલ કોંગ્રેસને બીજેપીને હરાવવા માટે દરિયાકાંઠાના રાજ્યમાં જવાની જરૂર ન પડી હોત. કોંગ્રેસના નેતા દિનેશ ગુંડુ રાવે ટીએમસી પર “ભાજપ વિરોધી મત” વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો. રાવની પ્રતિક્રિયા મોઇત્રાના ટ્વિટ પછી આવી છે જેમાં તેણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે બે અઠવાડિયા પહેલા ગોવામાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની ઓફર કરી છે.
મોઇત્રાએ તેમના એક નિવેદન માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસ સાથે ઔપચારિક ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી છે. વાસ્તવમાં, ચિદમ્બરમે આશંકા વ્યક્ત કરી હતી કે જો TMC અને આમ આદમી પાર્ટી (AAP) ગોવામાં વિધાનસભા ચૂંટણી લડશે તો કોંગ્રેસના મતો કાપશે. ટીએમસી સાંસદે કહ્યું કે જો ચિદમ્બરમ ગઠબંધન વિશે જાણતા નથી, તો તેમણે પહેલા તેમની પાર્ટી નેતૃત્વ સાથે વાત કરવી જોઈએ અને પછી જ આવા નિવેદનો કરવા જોઈએ.
આ પણ વાંચો : બોલીવુડની આ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બદલી દીધું નામ, સોશિયલ મીડિયામાં મચી ધમાલ
આ પણ વાંચો : Bank Holiday : જાન્યુઆરીના બીજા પખવાડિયામાં આવી રહી છે ઘણી રજાઓ, યાદી તપાસીને બેન્કના કામનું પ્લાનિંગ કરો