ભાજપ સરકાર ઓમિક્રોનના નામે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવાનું ષડયંત્ર કરી રહી છે: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ

ભૂપેશ બઘેલે કહ્યું કે ઓમિક્રોનના નામે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને મોકૂફ રાખવાનું કાવતરું કરી રહી છે. એટલું જ નહીં સીએમ ભૂપેશ બઘેલે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

ભાજપ સરકાર ઓમિક્રોનના નામે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવાનું ષડયંત્ર કરી રહી છે: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ
Chhattisgarh CM -Bhupesh Baghel
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:53 PM

છત્તીસગઢના (Chhattisgarh) મુખ્યમંત્રી અને કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે (Bhupesh Baghel) મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનના નામે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને (Assembly Elections 2022) મોકૂફ રાખવાનું કાવતરું કરી રહી છે. એટલું જ નહીં સીએમ ભૂપેશ બઘેલે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

ભૂપેશ બઘેલે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના (Omicron) માત્ર થોડા જ કેસ જોવા મળ્યા છે. પરંતુ, લોકોને તેના જોખમો વિશે અતિશયોક્તિથી કહેવામાં આવી રહ્યું છે. શું આ ભાજપ સરકાર 5 રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવાનું કાવતરું કરી રહી છે? એક સ્વતંત્ર સંસ્થા તરીકે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર આ દિવસોમાં પ્રશ્નાર્થ છે, કારણ કે વડાપ્રધાન કાર્યાલય (PMO) માં તેના અધિકારીઓ સાથે બેઠકો યોજવામાં આવી રહી છે.

તેથી જ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પ્રશ્ન ઉઠાવ્યો
કોરોના વાયરસના નવા પ્રકાર અને ત્રીજી લહેરને રોકવા માટે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને મોકૂફ રાખવાની ચર્ચા છે. આ સંદર્ભમાં, ભારતીય ચૂંટણી પંચ (ECI) ઉત્તર પ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. યુપી ચૂંટણી 2022 પહેલાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચૂંટણી પંચ રાજકીય પક્ષો અને અન્ય હિતધારકો સાથે બેઠક કરશે.

ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ 27 ડિસેમ્બરે લખનૌ પહોંચી છે. જ્યાં તેઓ તમામ જિલ્લાના તમામ એસપી અને એસએસપી સાથે બેઠક કરશે. તેની મુલાકાત દરમિયાન, ECI ઉત્તર પ્રદેશના 75 જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે પણ બેઠક કરશે. આ બેઠક દ્વારા પંચને ચૂંટણી સંબંધિત ફીડબેક મળશે, જેના આધારે ચૂંટણી પંચ કોઈ નિર્ણય લઈ શકે છે.

2022માં 5 રાજ્યોમાં ચૂંટણી યોજાશે
તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં 5 રાજ્યો (ઉત્તર પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ગોવા અને મણિપુર)માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તર પ્રદેશ, ત્રિપુરા અને ગોવામાં સત્તા પર છે. મણિપુરમાં પણ ભાજપની સરકાર છે.

 

આ પણ વાંચો : ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે, રસીકરણની ઝડપ વધારવા કેન્દ્રની સૂચના

આ પણ વાંચો : દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા