Assembly Election 2022: કેટલી બેઠકો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી, જાણો કયા રાજ્યમાં AAPની સ્થિતિ કેટલી મજબૂત

|

Jan 08, 2022 | 6:37 PM

ભારતના ચૂંટણી પંચે (Election Commission of India) પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની (Assembly Election Date 2022) તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

Assembly Election 2022: કેટલી બેઠકો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી, જાણો કયા રાજ્યમાં  AAPની સ્થિતિ કેટલી મજબૂત
Arvind Kejriwal - AAP

Follow us on

કોરોના સંક્રમણના વધતા જતા કેસોની (Corona Cases) વચ્ચે ભારતના ચૂંટણી પંચે (Election Commission of India) પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની (Assembly Election Date 2022) તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યારે ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠકો, પંજાબમાં 117 વિધાનસભા બેઠકો, ગોવામાં 40 વિધાનસભા બેઠકો અને મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.

1- AAPએ પંજાબમાં 104 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા

આમ આદમી પાર્ટીએ પંજાબમાં 117 માંથી 104 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રીપદના ચહેરાની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. પરંતુ ભગવંત માનનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે.

પંજાબમાં પહેલીવાર AAPએ 2017માં વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીઓમાં AAP મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કર્યા વિના જ મેદાનમાં ઉતરી હતી. AAP 2017માં 20 બેઠકો જીતીને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી હતી. રાજ્યમાં બીજા ક્રમે રહેલી AAPને 23.7 ટકા વોટ ટકાવારી મળી છે. કોંગ્રેસ 77 બેઠકો જીતીને સત્તા પર આવી.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

2- AAPએ ઉત્તર પ્રદેશમાં કોઈની સાથે ગઠબંધન કર્યું નથી

યુપીમાં આમ આદમી પાર્ટી તમામ 403 સીટો પર ચૂંટણી લડી રહી છે. અહીં તેમણે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કર્યું નથી. AAPએ પણ અહીં 200 થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી છે. યુપીમાં AAP તરફથી મુખ્યમંત્રી ચહેરો કોણ હશે, તે અત્યારે સ્પષ્ટ નથી. જો કે પાર્ટી અહીં સંજય સિંહના ચહેરા સાથે ઉતરશે.

3- AAP ઉત્તરાખંડમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે

AAP ઉત્તરાખંડમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. પાર્ટીએ આ રાજ્ય માટે પ્રથમ યાદી જાહેર કરીને 24 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં કર્નલ અજય કોઠિયાલને ગંગોત્રી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. AAPએ કોઠીયાલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો છે.

આ વખતે રાજ્યમાં 2 લાખ 97 હજાર 922 નવા મતદારો બન્યા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 18 થી 19 વર્ષની વયજૂથના એક લાખ 11 હજાર 458 યુવા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં 56 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. અન્ય બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ કબજો જમાવ્યો હતો.

4- 2017ની ગોવાની ચૂંટણીમાં AAP ખાતું પણ ખોલાવી શકી ન હતી

ગોવામાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી માત્ર એક જ યાદી બહાર પાડી છે. જેમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા દિગ્ગજ નેતાઓને પોતાની સાથે જોડ્યા છે. વર્ષ 2017માં ભાજપે અહીં 13 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 17 બેઠકો મળી હતી. જ્યારે AAP અહીં ખાતું પણ ખોલાવી શકી નથી.

 

આ પણ વાંચો : UP Assembly Election: સીએમ યોગી આદિત્યનાથનો દાવો- આ વખતે ભાજપ 300થી વધુ સીટો જીતશે, ચૂંટણી અમારી પરીક્ષા નહીં પણ ઉત્સવ

આ પણ વાંચો : Assembly Election 2022: કોરોનાની ત્રીજી લહેર વચ્ચે યોજાશે 5 રાજ્યોની ચૂંટણી, કોરોનાને લઈ કરાઈ આ ખાસ તૈયારીઓ

Next Article