
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC એન્જિનિયરિંગ સર્વિસીઝ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મુખ્ય પરીક્ષામાં કુલ 1255 ઉમેદવારો સફળ થયા છે. ઉમેદવારો તેમના પરિણામો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. મુખ્ય પરીક્ષા 25 જૂન 2023 ના રોજ લેવામાં આવી હતી.
મુખ્ય પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પ્રથમ શિફ્ટમાં પરીક્ષા સવારે 9:00 થી બપોરે 12:00 સુધી લેવામાં આવી હતી જ્યારે બીજી શિફ્ટમાં, પરીક્ષા બપોરે 2:00 થી 5:00 વાગ્યા સુધી લેવામાં આવી હતી. સફળ જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી સિવિલ એન્જિનિયરિંગ માટે 548, મિકેનિકલ માટે 154, ઇલેક્ટ્રિકલ માટે 213 અને ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ માટે 340 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
આ ઉમેદવારોના નંબર પરિણામ જાહેર થયાની તારીખથી 30 દિવસની અંદર UPSCની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને સ્કોરકાર્ડ મેળવી શકે છે.
UPSC ESE Mains Results 2023 direct link ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને સીધા તેમનું રિઝલ્ટ જોઈ શકે છે.
આ પણ વાંચો : ICAI CA Foundation June Results 2023 : CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક
તમને જણાવી દઈએ કે UPSC દ્વારા 19 ફેબ્રુઆરીએ દેશભરમાં નિર્ધારિત કેન્દ્રો પર એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું પરિણામ 4 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્ય પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને હવે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારો મુખ્ય પરીક્ષાના પરિણામ સંબંધિત વધુ માહિતી માટે UPSC દ્વારા જાહેર કરાયેલ નોટિસ ચેક કરી શકે છે. આ ભરતી પરીક્ષા દ્વારા કુલ 327 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.