દિલ્હી યુનિવર્સિટી યુજી એડમિશનનુ પ્રથમ કટ ઓફ લિસ્ટ આ દિવસે બહાર પાડવામાં આવશે, અહીં કરો ચેક

|

Jul 25, 2023 | 9:56 AM

દિલ્હી યુનિવર્સિટીમાં યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની તારીખ પણ લંબાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ admission.uod.ac.in પર જઈને 26 જુલાઈ 2023 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

દિલ્હી યુનિવર્સિટી યુજી એડમિશનનુ પ્રથમ કટ ઓફ લિસ્ટ આ દિવસે બહાર પાડવામાં આવશે, અહીં કરો ચેક
Delhi University

Follow us on

દિલ્હી યુનિવર્સિટીમાં યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન યુનિવર્સિટી દ્વારા કટ ઓફ લિસ્ટને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ માટેની પ્રથમ કટઓફ યાદી 2 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં આવી જશે. આ પછી વિદ્યાર્થીઓએ 3 થી 5 ઓગસ્ટ 2023 વચ્ચે તેમની કોલેજમાં રિપોર્ટ કરવાનું રહેશે.

આ પણ વાંચો : Breaking News: મેટ્રોમાં સવાર થઈને PM મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા, મુસાફરો સાથે કરી વાતચીત, જુઓ-VIDEO

આ સાથે યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી હેઠળના B.Tech કાર્યક્રમો માટે ફાળવણી કમ પ્રવેશનું સમયપત્રક પણ બહાર પાડવામાં આવ્યું છે. B.Techના વર્ગો પણ 16મી ઓગસ્ટથી શરૂ થશે. ડીયુમાં અંડરગ્રેજ્યુએટની 71 હજાર સીટો માટે ત્રણ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

DU UG Admission માટે રજીસ્ટ્રેશન તારીખ લંબાવવામાં આવી

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કોમન સીટ એલોટમેન્ટ સિસ્ટમમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશનનો બીજો તબક્કો બુધવાર, 26 જુલાઈના સાંજે 5 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા જેમણે પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે, પરંતુ તેમની પ્રાથમિકતા રજીસ્ટ્રેશન કરાવી નથી, તેઓ 26 જુલાઈના સાંજે 5 વાગ્યા સુધીમાં તેને પૂર્ણ કરી શકશે.

DU Seat Allotment શેડ્યૂલ

DU દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ પ્રથમ સિમ્યુલેટેડ યાદી 29 જુલાઈએ જાહેર કરવામાં આવશે. જેમાં ઉમેદવારોને તેમની સંભવિત ફાળવણીનો ખ્યાલ આપવામાં આવશે. આમાં કોઈપણ ફેરફાર 30 જુલાઈ સુધી કરી શકાય છે. પ્રથમ સીટ એલોટમેન્ટ લિસ્ટ 1 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે દરેક ઉમેદવારને ફાળવવામાં આવેલી સીટોની સંખ્યા દર્શાવે છે. કટ ઓફ લિસ્ટ તપાસવા માટે વ્યક્તિએ ઓફશિયલ વેબસાઇટ- admission.uod.ac.in ની મુલાકાત લેવી પડશે.

બીજી સીટ એલોટમેન્ટ લિસ્ટ 14 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 5 વાગ્યે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો પાસે ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ સુધી રહેશે. આ ઉપરાંત ફોર્મમાં અપગ્રેડેશન વિન્ડો 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે. જ્યારે ત્રીજી યાદી 23 ઓગસ્ટ 2023ના રોજ જાહેર કરવામાં આવશે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article