
NCERT Textbook Syllabus Changed : તાજેતરમાં NCERT દ્વારા ધોરણ 10, 11 અને 12ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પુસ્તકોમાંથી ઘણા વિષયો દૂર કરવામાં આવ્યા છે. હવે આ ફેરફારોનો વિરોધ થઈ રહ્યો છે. ઘણા વૈજ્ઞાનિકો, વિજ્ઞાન શિક્ષકો અને અન્ય શિક્ષકોએ અપડેટેડ CBSE ધોરણ 10 NCERT અભ્યાસક્રમ પર તેમની નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : NCERT અને SCERT પુસ્તકોમાંથી જ અભ્યાસ કરાવવો જોઈએ, રાજ્યોને મળી સૂચના, જાણો શું છે તેનો અર્થ
એક મીડિયા રીપોર્ટના અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકો દ્વારા માધ્યમિક સ્તરના પુસ્તકોમાં ડાર્વિનિયન ઉત્ક્રાંતિના સિદ્ધાંતને પુનઃસ્થાપિત કરવાની માગ છે સાથે જ શિક્ષકોનું કહેવું છે કે, NCERTના સિલેબસમાં અચાનક ફેરફારને કારણે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ છે.
1,800 થી વધુ વૈજ્ઞાનિકો, વિજ્ઞાન શિક્ષકો અને શિક્ષકોએ અભ્યાસક્રમ બદલવા માટે સહી કરી છે. તેમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) અને IITs જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે.
વૈજ્ઞાનિક સમુદાયને લાગે છે કે જો વિદ્યાર્થીઓ વિજ્ઞાનની આ મૂળભૂત શોધના સંપર્કથી વંચિત રહેશે તો તેઓ તેમની વિચાર પ્રક્રિયામાં પાછળ રહી જશે. બાયોલોજીના અભ્યાસક્રમમાં આવેલા ફેરફાર અંગે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આપણી આસપાસની દુનિયાને સમજવા માટે બાયોલોજીનું જ્ઞાન અને સમજ પણ જરૂરી છે.
તાજેતરમાં, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના ધોરણ 11 અને ધોરણ 12 ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 11મા ધોરણના ઈતિહાસ અને રાજકીય વિજ્ઞાનના પુસ્તકોમાંથી કેટલાક ભાગો કાઢી નાખવામાં આવ્યા છે. તેમાં સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના નામનું એક પ્રકરણ હતું, જેને હટાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત, નવા NCERT પુસ્તકમાં, જમ્મુ અને કાશ્મીર અને કલમ 370 સંબંધિત વિગતો, જે 2019 માં રદ કરવામાં આવી હતી, તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…