
બનાસકાંઠાના દિયોદરમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે એક્શનમાં અધિકારી આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે આપ્યા છે તપાસના આદેશ. તપાસ રિપોર્ટના આધારે જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે, ધોરણ સાતમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા મરાયો છે માર.આ ઘટના દિયોદરના મોજરુ નવા ગામમાં બની
મોજરુ નવા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક ભરત જોશી સામે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે.પીડિત વિદ્યાર્થી અને તેના વાલીઓનો આરોપ છે કે શિક્ષક ભરત જોશીએ આભડછેડ રાખી વિદ્યાર્થીને માર માર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીને માર મારી દિવસભર રૂમમાં પુરી રાખવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ દિયોદર પોલીસ સ્ટેશનમાં શિક્ષક ભરત જોશી જોવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે.
Student studying in 7th grade beaten by the teacher in #Banaskantha#Gujarat #TV9News pic.twitter.com/D61d61Pa3u
— Tv9 Gujarati (@tv9gujarati) January 7, 2023
થોડા દિવસો અગાઉ બારડોલીની ખાનગી શાળામાં ધોરણ સાતના બે વિદ્યાર્થીઓ રિસેસ ટાઈમમાં ક્લાસરૂમમાં મસ્તી કરી રહ્યાં હતા. આ વિદ્યાર્થીઓને મસ્તી કરતા જોઈને શાળાના શિક્ષક ઉશ્કેરાયા હતા. ગુસ્સામાં રહેલા શિક્ષકના હાથમાં સ્ટીલની પાઈપ આવી. આ સ્ટીલની પાઈપથી બે વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યો. શિક્ષકે ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ આચરેલી ક્રૂરતાના સીસીટીવીમાં કેદ થઈ હતી.