Ahmedabad : બોર્ડ પરીક્ષામાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓને લેવાશે દત્તક, સંચાલક મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય

|

Jan 11, 2023 | 1:06 PM

અમદાવાદ શહેરી વિસ્તારની 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાને દત્તક લેવામાં આવશે. આસપાસની સક્ષમ શાળા નબળું પરિણામ ધરાવતી શાળાઓને પરિણામ સુધારવા મદદ કરશે.

Ahmedabad : બોર્ડ પરીક્ષામાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓને લેવાશે દત્તક, સંચાલક મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય
School Management Committee

Follow us on

હવે અમદાવાદ જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓને લેવાશે દત્તક. માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા નજીક છે, ત્યારે અમદાવાદ શહેરી વિસ્તારની 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાને દત્તક લેવામાં આવશે. આસપાસની સક્ષમ શાળા નબળું પરિણામ ધરાવતી શાળાઓને પરિણામ સુધારવા મદદ કરશે. શાળા દત્તક યોજના અંતર્ગત સંચાલક મંડળની એક બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે.

નબળું પરિણામ ધરાવતી શાળાઓને પરિણામ સુધારવા મદદ કરશે

DEO એ જણાવ્યું કે આગામી દિવસોમાં આ યોજના સંદર્ભે વિસ્તૃત આયોજન કરાશે. એટલું જ નહીં સક્ષમ શાળાઓ સાથે બેઠક કરી કઈ રીતે નબળી શાળાને મદદરૂપ થવાય તે દિશામાં કામગીરી કરાશે. મહત્વનું છે કે શૈક્ષણિક વર્ષ 2022-23માં અમદાવાદ જિલ્લાની અંદાજે 150 જેટલી શાળાનું પરિણામ 30 ટકાથી ઓછુ નોંધાયું હતું.

Published On - 10:57 am, Wed, 11 January 23

Next Article