School Reopening: યુપી, બિહાર સહિત આ રાજ્યોમાં આજથી ખુલશે શાળાઓ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

|

Feb 07, 2022 | 3:21 PM

દેશભરમાં કોવિડ-19 કેસમાં ઘટાડાને જોતા, બિહાર, યુપી અને દિલ્હીમાં પણ આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

School Reopening: યુપી, બિહાર સહિત આ રાજ્યોમાં આજથી ખુલશે શાળાઓ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન
File Image

Follow us on

દેશમાં કોરોનાના કેસોમાં (Corona Cases) સતત ઘટાડો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ શાળા ફરીથી ખોલવાનો (School Reopening Update) નિર્ણય લીધો છે. જેમાં મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. તે જ સમયે, બિહાર, યુપી અને દિલ્હીમાં આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે. કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી છે તો નીતિશ સરકારે મોટી જાહેરાત કરી છે. જ્યારે યુપીમાં સોમવારથી તમામ માધ્યમિક શાળાઓ અને યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો ખોલવાના આદેશો જાહેર કર્યા છે.

દેશભરમાં કોવિડ-19ના કેસને ધ્યાનમાં રાખીને ઝારખંડ, રાજસ્થાન, પૂણે, ઉત્તરાખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે તેમજ કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

યુપીમાં 09થી 12 ધોરણ સુધીની ખુલશે શાળાઓ

કોરોના વાઈરસના કેસો ઘટ્યા બાદ હવે રાજ્ય સરકારે સોમવારથી તમામ માધ્યમિક શાળાઓ, યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ઓનલાઈન ક્લાસ ચાલતા હતા, પરંતુ હવે કોરોના પ્રોટોકોલને અનુસરીને ફિઝિકલ ક્લાસ શરૂ કરવામાં આવશે. અત્યારે ધોરણ 1થી 8 સુધીની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. ઉપરી મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે સોમવારથી કોવિડ પ્રોટોકોલ સાથે ધોરણ 9થી મોટા ધોરણ સુધીની તમામ શાળાઓ અને ડિગ્રી કોલેજો ખોલવામાં આવશે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

બિહારમાં ખુલશે શાળાઓ

બિહારના સીએમ નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. સંક્રમણની સ્થિતિમાં સુધારાને જોતા શાળાઓ ખોલવામાં આવશે. હવે ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જ્યારે ધોરણ 9 અને તેનાથી ઉપરની તમામ શાળાઓ અને કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 100 ટકા હાજરી સાથે ખોલી શકશે.

આજથી દિલ્હીમાં ખુલશે શાળાઓ

દિલ્હીમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે, પરંતુ તે તબક્કાવાર ખોલવામાં આવશે. એટલે કે, તમામ વર્ગો માટે શાળાઓમાં ક્લાસ એક સાથે ખોલવાને બદલે એક પછી એક ખોલવામાં આવશે. તેનાથી શાળાઓમાં ભીડ ઓછી થશે.  7 ફેબ્રુઆરીથી ધોરણ 9થી 12 સુધીની શાળાઓ ખુલશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી છે કે નર્સરીથી ધોરણ 8 સુધીની શાળાઓ 14 ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે.

આ પણ વાંચો: Education budget 2022 : વિધાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત, વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમનો થશે વિસ્તાર , જાણો સામાન્ય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શું ફાયદો

આ પણ વાંચો: Online Education: એડ-ટેક કંપનીઓથી સાવધાન, શિક્ષણ મંત્રાલયે વાલીઓ માટે જાહેર કરી એડવાઈઝરી

Published On - 3:21 pm, Mon, 7 February 22

Next Article