ધોરણ 12 સાયન્સ પછીના ફાર્મસીના ડિગ્રી-ડિપ્લોમા પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન શરુ, 24 જુલાઇ સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન

સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration) શરુ થઇ ગયુ છે.

ધોરણ 12 સાયન્સ પછીના ફાર્મસીના ડિગ્રી-ડિપ્લોમા પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન શરુ, 24 જુલાઇ સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન
ACPC (File Image)
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:59 AM

ગુજરાતમાં (Gujarat) ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ થોડા દિવસ પહેલા જ જાહેર થઇ ગયુ છે. અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યુ હતુ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ જાહેર થયું હતુ. ત્યારે હવે ધો.12 સાયન્સ (Std. 12 Science) પછીના ડિગ્રી ફાર્મસી (Degree pharmacy) અને ડિપ્લોમા ફાર્મસી (Diploma Pharmacy) પ્રવેશ માટે પ્રક્રિયા આજથી શરુ થઇ ગઇ છે. જે માટે આજથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરવામાં આવ્યુ છે. 24 જુલાઇ સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે.

આજથી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ

સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. 25 ઓગસ્ટથી નવુ શૈક્ષણિક સત્ર શરુ થવાનું છે.ત્યારે એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ થઇ ગયુ છે. આ વર્ષે 7544 બેઠકો છે અને બેઠકો વધે તેવી શક્યતા છે. ફાર્મસીમાં ધો.12 સાયન્સના A,B અને AB એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે છે. ધોરણ 12 સાયન્સમાં સફળ થયેલા વિદ્યાર્થીઓને ફાર્મસીમાં ગુજકેટના આધારે પ્રવેશ આપવામા આવે છે.

 

ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન શરુ . #Gujarat #education #TV9News

Posted by TV9 Gujarati on Monday, June 13, 2022

આ બેઠકો વધે તેવી શક્યતા

ગુજરાતમાં હાલમાં ડિગ્રી ફાર્મસીની 3 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 69 ખાનગી કોલેજો છે અને ડિપ્લોમા ફાર્મસીની એક સરકારી કોલેજ, 7 ગ્રાન્ટેડ અને 11 પ્રાઇવેટ કોલેજો છે. ડિગ્રી ફાર્મસીની 418 અને ડિપ્લોમા ફાર્મસીની 605 સરકારી તેમજ ખાનગી કોલેજોની ડિગ્રી ફાર્મસીની 528 અને ડિપ્લોમા ફાર્મસીની 693 બેઠકો છે. ગત વર્ષે કુલ 7544 બેઠકોમાંથી 7041 બેઠકો ભરાઈ હતી. આ વર્ષે આ બેઠકો વધે તેવી શક્યતા છે.

પ્રવેશ પ્રક્રિયાનો સમગ્ર કાર્યક્રમ

સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ તો ગુજકેટ આધારીત પ્રોવિઝનલ મેરિટ બીજી ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. 2 થી 5 ઓગસ્ટ મોક રાઉન્ડ યોજાશે. તો 8 ઓગસ્ટે મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે. 8 ઓગસ્ટે ફાઈનલ મેરિટ જાહેર થશે. 8થી 15 ઓગસ્ટ ફાઈનલ ચોઈસ ફિલિંગ સાથે પ્રથમ રાઉન્ડ યોજાશે. 18મી ઓગસ્ટે પ્રથમ રાઉન્ડમાં ફાઈનલ સીટ એલોટમેન્ટ જાહેર થશે. 28 ઓગસ્ટથી ફાર્મસી કોલેજોમાં પ્રથમ વર્ષ માટે શિક્ષણકાર્ય શરુ થશે.

Published On - 11:50 am, Tue, 14 June 22