NIRF Ranking 2023 : કોલેજ કેટેગરીમાં દિલ્હીનો દબદબો, ટોપ 100માં ગુજરાતની કોલેજોનો પણ સમાવેશ-જુઓ List

|

Jun 05, 2023 | 7:53 PM

NIRF Ranking 2023 : શિક્ષણ મંત્રાલય દ્વારા ટોપ સંસ્થાઓની યાદી બહાર પાડવામાં આવી છે. ટોપ કોલેજોની યાદીમાં દિલ્હીમાં સૌથી વધુ કોલેજો છે. આ વર્ષે CUETમાં દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોની સૌથી વધુ માંગ છે.

NIRF Ranking 2023 : કોલેજ કેટેગરીમાં દિલ્હીનો દબદબો, ટોપ 100માં ગુજરાતની કોલેજોનો પણ સમાવેશ-જુઓ List
NIRF Ranking 2023

Follow us on

NIRF Top College Ranking : શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની ટોપ સંસ્થાઓની યાદી બહાર પાડવામાં આવી છે. જો તમે એડમિશન લેવા જઈ રહ્યા છો તો ચોક્કસ NIRF રેન્કિંગ 2023 જુઓ. NIRF રેન્કિંગમાં દિલ્હીની કોલેજોનું વર્ચસ્વ છે. સંખ્યાની દ્રષ્ટિએ તમિલનાડુ રાજ્ય ટોચ પર છે, પરંતુ જો આપણે ઘણા શહેરોની વાત કરીએ તો દિલ્હીની કોલેજો સૌથી આગળ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનની કોઈપણ કોલેજ ટોપ 100માં સ્થાન મેળવવામાં ફેલ રહી છે.

આ પણ વાંચો : NIRF Ranking 2023 Top Dental College List : દાંત માટે કરવો છે અભ્યાસ તો જુઓ ભારતની ટોપ 10 Dental Collegeની યાદી

દક્ષિણ ભારતીય રાજ્યોની કોલેજો આ રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન મેળવવામાં સફળ રહી છે. તમિલનાડુ, કેરળએ તેમની શૈક્ષણિક ગુણવત્તા જાળવી રાખી છે. ચાલો ટોપ કોલેજોની યાદી પર એક નજર કરીએ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ટોચની કોલેજોમાં દિલ્હીની કોલેજો

દિલ્હીની મિરિંડા હાઉસ અને હિન્દુ કોલેજ અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે. ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજ ત્રીજા સ્થાને છે. 2022માં પણ આ ત્રણ કોલેજો અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. મતલબ કે આ ત્રણેય સંસ્થાઓએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કોઈમ્બતુરની કોલેજે આ વખતે ચોથું સ્થાન મેળવ્યું છે, જ્યારે 2022માં ચેન્નાઈની લોયોલા કોલેજ ચોથા સ્થાને હતી, જે આ વખતે સાતમા સ્થાને છે.

દિલ્હીની લેડી શ્રી રામ કોલેજ પાંચમા નંબરથી નવમા નંબર પર આવી ગઈ છે, જ્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોલકાતાએ 2023 રેન્કમાં પાંચમા નંબર પર કબજો કર્યો છે. ટોપ 20માં દિલ્હીની 10, તમિલનાડુની 6, પશ્ચિમ બંગાળની 4 કોલેજો પોતાનો રેન્ક મેળવવામાં સફળ રહી છે.

કયા રાજ્યમાં સૌથી વધુ કોલેજો છે?

દિલ્હીની 32 અને તમિલનાડુની 35 કોલેજો ટોપ 100માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડની કોઈપણ કોલેજ ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી. ઉત્તર ભારતમાં દિલ્હી ઉપરાંત ચંદીગઢની સરકારી હોમ સાયન્સ કોલેજ ચોક્કસપણે 52મું સ્થાન મેળવવામાં સફળ રહી છે.

IC કોલેજ ઓફ હોમ સાયન્સ, હિસાર, હરિયાણા પણ 61મું સ્થાન મેળવવામાં સફળ રહી છે. કેરળ, પશ્ચિમ બંગાળે પણ સારું પ્રદર્શન કર્યું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતની કેટલીક કોલેજોએ પણ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે.

બહાર પડેલા Listમાં ગુજરાત based આટલી કોલેજો

આપણે ઘણા શહેરોની વાત કરીએ તો ગુજરાત પણ કેમ પાછળ રહી શકે, તેને પણ આ ટોપ 100માં સ્થાન મેળવીને ડંકો વગાડ્યો છે. અમદાવાદ તેમજ ગાંધીનગરનો દબદબો રહ્યો છે. જુઓ Top Colleges in Gujarat based on NIRF Ranking 2023

ભારત દેશની ટોપ 10 કોલેજ

  1. મિરિંડા હાઉસ, દિલ્લી,
  2. હિન્દૂ કોલેજ, દિલ્લી
  3. પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈ
  4. પીએસજીઆર કૃષ્ણામલ કોલેજ ફોર વૂમેન, કોઈમ્બતૂર
  5. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકાતા
  6. આત્મારામ સનાતન ધર્મ કોલેજ, દિલ્લી
  7. લોયોલા કોલેજ, ચેન્નઈ
  8. રામ કૃષ્ણ મિશન વિવેકાનંદ સેન્ટેનરી કોલેજ, કોલકાતા
  9. કિરોડી મલ કોલેજ, દિલ્લી
  10. લેડી શ્રીરામ કોલેજ ફોર વૂમેન, દિલ્લી

આ રેન્કિંગ એક વાતની મજબૂત સાક્ષી આપે છે કે, યુપી-બિહારના યુવાનોની પહેલી પસંદ દિલ્હીની કોલેજો કેમ છે? આ વર્ષે CUETમાં દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોની સૌથી વધુ માંગ છે. કારણ કે અહીંની કોલેજો ટોપ છે અને યુપી-બિહારમાં સારી કોલેજોની દૃષ્ટિએ નબળી છે. જો કોલેજો છે તો શિક્ષકો નથી તે પણ છે તો લેબ અને અન્ય સાધનો નથી.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:52 pm, Mon, 5 June 23

Next Article