NEET UG Counselling 2021: આગામી 19 જાન્યુઆરીથી શરૂ થશે NEET UG કાઉન્સેલિંગ

|

Jan 13, 2022 | 8:39 PM

NEET UG Counselling 2021: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, મેડિકલ UG એડમિશન 2021 માટે, NEET UG કાઉન્સેલિંગ 19 જાન્યુઆરી 2022થી શરૂ થશે.

NEET UG Counselling 2021: આગામી 19 જાન્યુઆરીથી શરૂ થશે NEET UG કાઉન્સેલિંગ
NEET UG Counseling will start from 19th January

Follow us on

NEET UG Counselling 2021: મેડિકલ UG એડમિશન 2021 માટે NEET UG કાઉન્સિલિંગ 2021 માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે NEET UGનું કાઉન્સેલિંગ 19 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે 15 % ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) સીટો માટે ઓનલાઈન કાઉન્સેલિંગ કરશે. અરજદારો MCCની અધિકૃત વેબસાઇટ પર તેની વિગતો ચકાસી શકે છે. આરોગ્ય પ્રધાન દ્વારા ચોઇસ ફિલિંગ અને સીટ એલોટમેન્ટ સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે.

કુલ 192 મેડિકલ કોલેજો NEET UG માં રાજ્ય ક્વોટા હેઠળ 23,378 MBBS બેઠકો ઓફર કરે છે. જયારે 272 સરકારી કોલેજો દ્વારા ઓફર કરવામાં આવતી MBBS બેઠકોની કુલ સંખ્યા 41,388 છે. MBBS માટે 83,075, BDS માટે 26,949, આયુષ માટે 52,720, BVSC અને AH માટે 603, AIIMS માટે 1,899 અને JIPMER માટે 249 બેઠક છે. કાઉન્સેલિંગ પ્રક્રિયાની શરૂઆત વિશેની માહિતી MCCની સત્તાવાર વેબસાઇટ mcc.nic.in પર આપવામાં આવશે.

NEET કાઉન્સેલિંગ 2021 
NEET કાઉન્સેલિંગ 2021માં વિલંબને કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. છેવટે, સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં નિર્દેશ આપ્યા પછી, કાઉન્સેલિંગમાં અવરોધો લગભગ દૂર થઈ ગયા. પાછળથી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા NEET PG કાઉન્સિલિંગની તારીખની જાહેરાતથી અરજદારોને રાહત મળી છે.

MBBS કોર્સ માટે બેઠક
હાલ કુલ 192 સરકારી કોલેજો છે, જે MBBS કોર્સ માટે 4129 AIQ બેઠકો ઓફર કરે છે, જે તમામ રાજ્યો દ્વારા ઓફર કરવામાં આવતી કુલ બેઠકોના 15% છે. ઉમેદવારો આ AIQ બેઠકોમાં MCC દ્વારા પ્રવેશ મેળવે છે અને બાકીની 85% બેઠક રાજ્યના ક્વોટાની બેઠકો માટે છે.

આ પણ વાંચોઃ

NIOS 10th 12th Exam Date 2022: ઓપન સ્કૂલિંગ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જુઓ તમામ વિગતો

આ પણ વાંચોઃ

CBSE Term 1 Result Date: CBSE ટર્મ-1 ધોરણ 10 અને 12નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Next Article