NEET UG 2023 : મણિપુરમાં હિંસાની અસર, વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા મોકૂફ

|

May 07, 2023 | 9:43 AM

NEET UG Exam 2023 Postponed : NTA દ્વારા મણિપુરના પરીક્ષા કેન્દ્રો પર NEET UG 2023ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી ડો.રાજકુમાર રંજને પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી છે.

NEET UG 2023 : મણિપુરમાં હિંસાની અસર, વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા મોકૂફ
NEET UG 2023

Follow us on

NEET UG 2023 : દેશભરમાં આજે NEET UG 2023ની પરીક્ષા યોજાશે. બપોરે 2થી સાંજે 5:20 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. બપોરે 1:30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે. રાજયમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. 3 કલાક 20 મિનિટની પરીક્ષા 720 માર્કની રહેશે. 200 પ્રશ્નોમાંથી 180 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને આપવાના રહેશે. સાચા સવાલના જવાબના 4 માર્ક અને સવાલના ખોટા જવાબ પર માઇનસ 1 માર્ક કપાશે.

આ પણ વાંચો : NEET UG 2023 : MBBSની સીટોમાં 97 ટકાનો વધારો, જાહેર થયેલી યાદીમાં ગુજરાતનું નામ પણ સામેલ, જાણો દરેક રાજ્યની સીટો

મણિપુરમાં અનામત વિવાદને લઈને ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને NEET UG પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાજ્ય સરકારની વિનંતી પર આ નિર્ણય લીધો છે. NTAએ કહ્યું છે કે મણિપુર કેન્દ્રોની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. રાજકુમાર રંજને NTAને પત્ર લખ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવા અંગે નોટિસ જાહેર કરી છે. સૂચના ઓફિશિયલ વેબસાઇટ – neet.nta.nic.in પર જોઈ શકાય છે. જો કે, NTAએ કહ્યું છે કે, પરિસ્થિતિ સામાન્ય થયા બાદ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

નવું NEET UG Admit Card જાહેર કરવામાં આવશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ મણિપુરમાં પરીક્ષા આયોજિત કરવાની સુધારેલી તારીખની જાહેરાત કરી નથી. એકવાર પરીક્ષાની તારીખ જાહેર થઈ ગયા પછી NTA ઉમેદવારો માટે સુધારેલા પ્રવેશ કાર્ડ જાહેર કરવાની તારીખ પણ જાહેર કરશે.

આજે NEET Exam

અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરીક્ષા આજે 7 મે, 2023 ના રોજ લેવામાં આવશે. NEET UG 2023 ની પરીક્ષા બપોરે 2 થી 5:20 દરમિયાન લેવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રની ઔપચારિકતા સવારે 11 વાગ્યાથી શરૂ થશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તપાસની પ્રક્રિયા માટે સમયસર પરીક્ષા સ્થળે પહોંચી જાય. બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વધુ વિગતો માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Next Article