NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે જાહેર થશે રિઝલ્ટ, જાણો પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

|

Mar 20, 2024 | 7:51 PM

NEET PG 2024 Exam Date: NEET PG પરીક્ષા 2024 ની તારીખ જાહેર કરવામાં આવી છે.નેશનલ મેડિકલ કમિશન દ્વારા પરીક્ષાનું સંપૂર્ણ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું હતું. 15 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે અને 5 ઓગસ્ટથી કાઉન્સેલિંગ શરૂ થશે.

NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે જાહેર થશે રિઝલ્ટ, જાણો પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

Follow us on

નેશનલ મેડિકલ કમિશને NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PGની પરીક્ષા આગામી 23 જૂન 2024 ના રોજ લેવામાં આવશે અને તેનુ પરિણામ આગામી 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ઈન્ટર્નશિપની કટ-ઓફ તારીખમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB), મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને નેશનલ મેડિકલ કમિશન, ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સાયન્સ અને મેડિકલ સાયન્સ માટે નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ NEET PGની પરીક્ષા 3 માર્ચે યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પંચે NEET PGની પરીક્ષાને 7 જુલાઈ, 2024 સુધી સ્થગિત કરી દીધી હતી. નેશનલ મેડિકલ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારેલા સમયપત્રક અનુસાર,નેશનલ મેડિકલ કમિશન 15 જુલાઈ સુધીમાં NEET PG 2024નું પરિણામ જાહેર કરશે. વધુ માહિતી માટે, ઉમેદવારો નેશનલ મેડિકલ કમિશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

ઇન્ટર્નશિપની તારીખ કઈ છે ?

NEET MDS 2024 ની પરીક્ષા 18 માર્ચે યોજાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓએ ડેન્ટલ મેડિકલ પ્રવેશ મુલતવી રાખવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. નેશનલ મેડિકલ કમિશન મુજબ, NEET PG કાઉન્સેલિંગ 5મી ઓગસ્ટથી શરૂ થશે અને 15મી ઓક્ટોબરે સમાપ્ત થશે. મીટિંગમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે NEET PG 2024 માટે પાત્ર બનવા માટે ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની કટ-ઓફ તારીખ 15 ઓગસ્ટ, 2024 છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ તારીખથી સત્ર શરૂ થશે

જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ, કાઉન્સેલિંગ પ્રક્રિયા 15 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે અને શૈક્ષણિક સત્ર 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. NEET PGની પરીક્ષા માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા પરીક્ષા માટેના એડમિટ કાર્ડ નિર્ધારિત સમયે આપવામાં આવશે.

જ્યારે NEET UG પરીક્ષા 5 મેના રોજ દેશભરના નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવશે. NEET UG પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સહિત વિવિધ 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ માટેની નોંધણી પ્રક્રિયા 16 માર્ચ, 2024 સુધી ચાલુ રહી હતી.

 

Published On - 7:36 pm, Wed, 20 March 24

Next Article