NCERT : પીરિયોડિક ટેબલ, લોકશાહી અને ઉર્જાનો સ્ત્રોત, જે રસાયણશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે, તે કેટલાક વિષયો છે જેનો અભ્યાસ ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ હવે કરવો પડશે નહીં. વાસ્તવમાં, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 10મા ધોરણના પુસ્તકોમાંથી આ વિષયોને દૂર કરવામાં આવ્યા છે. NCERT પુસ્તકો દેશભરની સરકારી અને ખાનગી શાળાઓમાં ભણાવવામાં આવે છે. એવું કહેવાય છે કે અભ્યાસક્રમમાં આ કાપ વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવા માટે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Breaking news: NCERTનો મોટો નિર્ણય, SGPCની માંગ બાદ ધોરણ 12ના પુસ્તકમાંથી હટાવશે ખાલિસ્તાનનો ઉલ્લેખ
NCERTએ અગાઉ ધોરણ 10ના પુસ્તકમાંથી ‘થિયરી ઓફ ઈવોલ્યુશન’ હટાવી દીધી હતી, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. તે જ સમયે હવે નવા NCERTના પુસ્તકો જોતા ખબર પડે છે કે, અભ્યાસક્રમમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં પીરિયોડિક ટેબલ ટોપિકને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે. ધોરણ 10 વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી પર્યાવરણીય સ્થિરતા અને ઊર્જાના સ્ત્રોત જેવા વિષયો પણ કાઢી નાખવામાં આવ્યા છે. તાજેતરના ચેપ્ટર હટાવ્યા પછી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લોકશાહી, લોકશાહીના પડકારો અને રાજકીય પક્ષોના પ્રકરણો પણ દૂર કરવામાં આવ્યા છે.
NCERT કહે છે કે, કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓ પરથી બોજ દૂર કરવો જરૂરી છે. વિષયો વધુ મુશ્કેલ હોવા, સામગ્રીને એક કરતા વધુ વખત પુનરાવર્તિત કરવામાં આવી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ અનુસાર સામગ્રી બિનજરૂરી છે, આ કેટલાક કારણો છે, જેના કારણે NCERT એ આ પ્રકરણો અથવા તેના પર આધારિત વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે. જો કે, વિદ્યાર્થીઓ આ વિષયો વિશે વાંચી શકે છે, પરંતુ આ માટે તેઓએ ધોરણ 11માં સંબંધિત વિષય પસંદ કરવાનો રહેશે.
ભારતમાં ધોરણ 10માં વિજ્ઞાન ફરજિયાત વિષય તરીકે ભણાવવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પીરિયોડિક ટેબલ વાંચવું નહીં પડે. પરંતુ ધોરણ 11 અને 12માં રસાયણશાસ્ત્રને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરતા વિદ્યાર્થીઓને પીરિયોડિક ટેબલનો અભ્યાસ કરવાની તક મળશે. આ રીતે, તેઓ કોલેજના અભ્યાસ પહેલા તેના વિશે માહિતી મેળવી શકશે.
કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાન-શિક્ષણ સંશોધક જોનાથન ઓસ્બોર્ને વૈજ્ઞાનિક જર્નલ નેચર સાથે વાત કરી. તેમણે કહ્યું કે, પીરિયડિક ટેબલ એ રસાયણશાસ્ત્રીની સૌથી મોટી બૌદ્ધિક સિદ્ધિઓ છે. જોનાથને સમજાવ્યું કે, પીરિયોડિક ટેબલ જણાવે છે કે જીવનના વિકાસ માટે કઈ વસ્તુઓ જરૂરી છે. આમાં ઘણા તત્વો વિશે માહિતી આપવામાં આવી છે.