Education News : મુસ્લિમ વિદ્યાર્થીએ ટોપ કર્યું UP Sanskrit Board, સંસ્કૃતમાં 39 માર્કેસ લાવીને પણ આવી રીતે બન્યો ટોપર

UP Sanskrit Board Result 2023 : યુપી સંસ્કૃત બોર્ડની 12મીની પરીક્ષામાં એક મુસ્લિમ વિદ્યાર્થીએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ટોપ કર્યું છે. બીજી તરફ વિદ્યાર્થીની ગંગોત્રી દેવીએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

Education News : મુસ્લિમ વિદ્યાર્થીએ ટોપ કર્યું UP Sanskrit Board, સંસ્કૃતમાં 39 માર્કેસ લાવીને પણ આવી રીતે બન્યો ટોપર
Muslim student topped the UP Sanskrit Board 12th
| Edited By: | Updated on: May 06, 2023 | 12:48 PM

UP Sanskrit Board Result 2023 : ઉત્તર પ્રદેશ સેકન્ડરી સંસ્કૃત એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા 10મા અને 12મા બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ઈરફાને સંસ્કૃત બોર્ડની 12મી (ઉત્તર મધ્યમા-2) પરીક્ષામાં ટોપ કર્યું છે. તેણે 82.71 ટકા નંબર મેળવ્યા છે. બીજી તરફ, વિદ્યાર્થી ગંગોત્રી દેવી છે, જેણે 80.57 ટકા માર્ક્સ મેળવ્યા છે. સંસ્કૃત બોર્ડની પરીક્ષા 23 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી યોજાઈ હતી.

આ પણ વાંચો : Gujarat Education News : ગુજરાતમાં RTE એડમિશન માટે 96,707 અરજીઓ, જાણો ક્યારે શરૂ થશે એડમિશન?

ઈરફાનના પિતા સલાઉદ્દીન ખુશ છે કે, તેમના પુત્રએ સંસ્કૃત બોર્ડ 12માની પરીક્ષામાં ટોપ કર્યું છે. ઈરફાન 10મા ધોરણ અને 12મા ધોરણની પરીક્ષામાં ટોપ 20માં સ્કોર કરનારો એકમાત્ર મુસ્લિમ વિદ્યાર્થી છે. ઈરફાને ધોરણ 12માની પરીક્ષા આપનારા 13,738 વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે અને સંસ્કૃત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા (પૂર્વ મધ્યમા-2)માં બલિયા જિલ્લાના આદિત્યએ 92.50 ટકા માર્ક્સ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલાઉદ્દીને કહ્યું કે, હું ખુશ હતો કે દીકરાએ અભ્યાસ માટે અલગ વિષય પસંદ કર્યો અને મેં તેને પ્રોત્સાહિત કર્યો. તે એક અલગ પસંદગી હતી કારણ કે અમે મુસ્લિમ છીએ, પરંતુ તે તેના માટે ઉત્સુક હતો. તેથી જ મેં તેને રોક્યો ન હતો. તેમણે કહ્યું કે, આ બાબતોથી અમને કોઈ ફરક નથી પડતો.

બીએ પાસ પિતા ખેતી કરે છે

ઈરફાન સકલદિહા તહસીલ હેઠળના ચંદૌલી જિલ્લાના જિંદાસપુર ગામનો રહેવાસી છે. 51 વર્ષીય સલાઉદ્દીન, બીએ ગ્રેજ્યુએટ, ખેતમજૂર છે. તેમણે જણાવ્યું કે તેમના પુત્રને સંસ્કૃતમાં કેવી રીતે રસ પડ્યો. તેણે કહ્યું કે, જ્યારે તે ફરજિયાત વિષય હતો.

પછી તેણે જુનિયર વર્ગોમાં સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. તેને આ વિષય ગમ્યો અને કહ્યું કે, તે તેને આગળ વધારવા માંગે છે. તે તેમની પસંદગી હતી, તેથી મેં તેમને સંસ્કૃત ભણવા માટે પ્રોત્સાહિત કર્યો.

તે શાસ્ત્રી (બી.એડની સમકક્ષ) અને આચાર્ય (એમએની સમકક્ષ) કરવા માંગે છે અને પછી સંસ્કૃત શિક્ષક બનવા માંગે છે. સલાઉદ્દીને કહ્યું કે, અમે એ વિચાર સાથે સહમત નથી કે માત્ર હિંદુઓએ સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ અને માત્ર મુસ્લિમોએ ઉર્દૂનો અભ્યાસ કરવો જોઈએ.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Published On - 12:45 pm, Sat, 6 May 23