‘મેડિકલ ફી વાર્ષિક 24 લાખ’… SCએ કોલેજ, સરકાર પર જ લગાવ્યો 5 લાખનો દંડ

|

Nov 09, 2022 | 12:05 PM

MBBS Medical Fees વાર્ષિક 24 લાખ રૂપિયા કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે મેડિકલ કોલેજ અને સરકાર પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જાણો સમગ્ર મામલો

મેડિકલ ફી વાર્ષિક 24 લાખ... SCએ કોલેજ, સરકાર પર જ લગાવ્યો 5 લાખનો દંડ
Supreme Court (File photo)

Follow us on

મેડિકલ ફી વધારવાની ઈચ્છા કોલેજ અને ખુદ સરકારને મોંઘી પડી છે. આ મામલો આંધ્રપ્રદેશનો છે. આ નિર્ણય રાજ્ય સરકારે જ લીધો છે. રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશ સરકારે Medical Collegesની એક વર્ષની ફી વધારીને 24 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો. આ રકમ હાલની MBBS Feesના 7 ગણી છે, પરંતુ પહેલા આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને હવે Supreme Courtએ આ નિર્ણયને ફગાવીને મેડિકલ કોલેજ અને સરકારને ફટકાર લગાવી છે. આ સાથે બંને પર 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશમાં MBBSની ફી વધારવાનો મામલો અગાઉ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, પરંતુ હાઈકોર્ટે સરકારના નિર્ણયને ટેકો આપ્યો ન હતો અને તેને ફગાવી દીધો હતો. ત્યારબાદ રાજ્યની ખાનગી મેડિકલ કોલેજ Narayana Medical Collegeએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

શિક્ષણ એ નફાકારક વ્યવસાય નથી : SC

હવે સર્વોચ્ચ અદાલતે પણ આંધ્ર પ્રદેશ સરકારના મેડિકલ ફીમાં વધારો કરવાના નિર્ણયને ખોટો ગણાવીને ફટકાર લગાવી છે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું- ‘શિક્ષણ એ નફો કમાવવા માટેનો વ્યવસાય નથી. ટ્યુશન ફી હંમેશા પોષણક્ષમ હોવી જોઈએ.’

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ સાથે, SCએ અરજીને ફગાવી દીધી હતી અને અરજી દાખલ કરનારી નારાયણ મેડિકલ કોલેજ અને આંધ્રપ્રદેશ સરકાર પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. કોલેજ અને સરકારે આ દંડ 6 અઠવાડિયાની અંદર કોર્ટ રજિસ્ટ્રીમાં ચૂકવવો પડશે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે, ગેરકાયદેસર સરકારના આદેશ બાદ કોલેજ મેનેજમેન્ટે અત્યાર સુધી જેટલી પણ વધારાની ફી વસૂલ કરી છે તે વિદ્યાર્થીઓને પરત કરવી પડશે.

કેવી રીતે નક્કી કરવામાં આવે છે મેડિકલ ફી ?

અગાઉ પણ હાઈકોર્ટે કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશ એડમિશન એન્ડ ફી રેગ્યુલેટરી કમિટી રૂલ્સ 2006 મુજબ કમિટીના રિપોર્ટ કે ભલામણ વિના ફી વધારી શકાય નહીં. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફી નક્કી કરવા માટે ઘણા પાસાઓ જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સંસ્થાનું સ્થાન, વ્યાવસાયિક અભ્યાસક્રમની પ્રકૃતિ, હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત. આ તમામ પરિબળોને ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે, ત્યારબાદ જ Tuition Fees નક્કી કરવામાં આવે છે.

Next Article