Maharashtra SSC Result 2023 : મહારાષ્ટ્ર બોર્ડ 10માનું પરિણામ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, અહીં જુઓ સંભવિત તારીખ

|

May 28, 2023 | 4:10 PM

Maharashtra Board SSC Result 2023 : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) તેની વેબસાઇટ mahresult.nic.in પર ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. પરિણામ તપાસવા માટે રોલ નંબર અને માતાનું નામ દાખલ કરવાનું રહેશે.

Maharashtra SSC Result 2023 : મહારાષ્ટ્ર બોર્ડ 10માનું પરિણામ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, અહીં જુઓ સંભવિત તારીખ
Maharashtra SSC Result 2023

Follow us on

Maharashtra Board SSC 10th Result 2023 : મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 12માનું પરિણામ જાહેર થઈ ગયું છે અને હવે વિદ્યાર્થીઓ 10માના પરિણામની રાહ જોઈ રહ્યા છે. મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) દ્વારા ઓફિશિયલ વેબસાઇટ mahresult.nic.in પર જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ રોલ નંબરની મદદથી માર્કશીટ ચેક કરી શકશે.

આ પણ વાંચો : NEET 2022નું રિઝલ્ટ જાહેર, ટોપ 10માં ગુજરાતનો વિધાર્થી સામેલ

આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડની 10મીની પરીક્ષામાં 15,77,256 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રાજ્યભરમાં 5033 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. આ વર્ષે મહારાષ્ટ્ર એસએસસીની પરીક્ષા 2 માર્ચથી 25 માર્ચ દરમિયાન યોજાઈ હતી. આવી સ્થિતિમાં પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. પરિણામ ચકાસવા માટે વેબસાઇટ્સની વિગતો અને ચેક કરવાની રીત નીચે જોઈ શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Maharashtra SSC Result આ વેબસાઈટ પર કરો ચેક

mahresult.nic.in

sscresult.mkcl.org

ssc.mahresults.org.in

mahahhscboard.in

MSBSHSE SSC Result 2023 આ રીતે તપાસો

  • રિઝલ્ટ ચેક કરવા માટે, પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ mahresult.nic.in પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર Maharashtra Examination 2023 – RESULT ની લિંક પર ક્લિક કરો.
  • આ પછી SSC Examination February- 2023 RESULTની લિંક પર ક્લિક કરો.
  • આગળના પેજ પર Roll Number અને માતાનું નામ દાખલ કરો.
  • રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • માર્કશીટ તપાસ્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લો.

મહારાષ્ટ્ર બોર્ડનું 12માનું પરિણામ જાહેર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 25 મે 2023ના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડ HSCમાં કુલ 91.25 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરાઓ કરતા છોકરીઓની પાસ ટકાવારી સારી જોવા મળી છે. મહારાષ્ટ્ર બોર્ડ 12માં 93.73 ટકા છોકરીઓ પાસ થઈ છે, જ્યારે છોકરાઓનું પરિણામ 89.14 ટકા આવ્યું છે. વેબસાઈટ- mahresult.nic.in પરથી, વિદ્યાર્થીઓ માર્કશીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. મહારાષ્ટ્ર બોર્ડના 12માના વિદ્યાર્થીઓની મૂળ માર્કશીટ તેમની શાળામાંથી પ્રાપ્ત થશે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article