હિન્દીમાં MBBSનો અભ્યાસ ! અમિત શાહ કરશે મેડિકલ એજ્યુકેશન માટે Hindi Syllabus લોન્ચ

|

Oct 08, 2022 | 9:47 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah 16 ઓક્ટોબરે ભોપાલમાં એક કાર્યક્રમમાં હિન્દીમાં તબીબી શિક્ષણ પ્રદાન કરવા માટે પુસ્તકનું લોકાર્પણ કરશે.

હિન્દીમાં MBBSનો અભ્યાસ ! અમિત શાહ કરશે મેડિકલ એજ્યુકેશન માટે Hindi Syllabus લોન્ચ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) હવે મેડિકલ એજ્યુકેશન હિન્દીમાં કરાવવામાં આવશે. તબીબી શિક્ષણ હિન્દીમાં પૂરું પાડવું એ મધ્યપ્રદેશ સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah 16 ઓક્ટોબરે ભોપાલમાં એક કાર્યક્રમમાં હિન્દીમાં તબીબી શિક્ષણ પ્રદાન કરવા માટે પુસ્તકનું લોકાર્પણ કરશે. એક વરિષ્ઠ મંત્રીએ શુક્રવારે આ જાણકારી આપી. મધ્યપ્રદેશના તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન મોતીલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમ દરમિયાન તબીબી શિક્ષણના હિન્દી અભ્યાસક્રમના પુસ્તકનું અનાવરણ કરશે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) ગુરુવારે આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરતા કહ્યું હતું કે, આ એક પોતાની માતૃભાષાનું ગૌરવ સ્થાપિત કરવાનો કાર્યક્રમ છે અને લોકોની માનસિકતા બદલવાની ઐતિહાસિક ઘટના છે. તેમણે કહ્યું કે, આ સાબિત કરવા માટે એક ઉદાહરણ હશે કે ચોક્કસ વિષયો માત્ર અંગ્રેજીમાં જ નહીં પણ હિન્દીમાં પણ ભણાવી શકાય છે.

સીએમ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યમાં મેડિકલ એજ્યુકેશન ઉપરાંત એન્જિનિયરિંગ, નર્સિંગ અને પેરામેડિકલ કોર્સ પણ હિન્દીમાં ભણાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો ખાસ કરીને હિન્દી નિષ્ણાતોની ભાગીદારી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. કારણ કે તેનો હેતુ ભાષા પ્રત્યે લોકોની માનસિકતા બદલવાનો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અંગ્રેજીની સાથે, તમે હિન્દીમાં તબીબી શબ્દો પણ શીખી શકશો

અભ્યાસક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતા સારંગે જણાવ્યું હતું કે, “ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી અને એનાટોમી જેવા વિષયોના પુસ્તકોનો પ્રથમ વિભાગ તૈયાર છે અને આ પુસ્તકો એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તેમણે કહ્યું કે, તજજ્ઞોની ટીમ દ્વારા ત્રણ વિષયના પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ પુસ્તકોનો બીજો વિભાગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ પહેલમાં મહત્ત્વનું યોગદાન આપનારા વ્યક્તિ સારંગે કહ્યું, ‘પુસ્તકો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે, જેમાં બ્લડ પ્રેશર, કરોડરજ્જુ, હૃદય, કિડની, લીવર અથવા શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગો જેવા ટેકનિકલ શબ્દો અને તેને લગતા શબ્દોને હિન્દીમાં લખવામાં આવ્યા છે.’ તેમણે કહ્યું, ‘અમે પુસ્તકો એવી રીતે તૈયાર કર્યા છે કે જેઓ હિન્દીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે તેઓ કોર્સ પૂરો કર્યા પછી પાછળ ન રહે, કારણ કે તેઓ અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ તમામ ટેકનિકલ અને મેડિકલ ટર્મ્સ શીખતા હશે.’ સારંગે જણાવ્યું હતું. એ પણ જણાવ્યું હતું કે, પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને મુખ્યત્વે ત્રણ વિષયો (ફિઝિયોલોજી, એનાટોમી અને બાયોકેમિસ્ટ્રી) ભણાવવામાં આવે છે.

(ભાષા ઇનપુટ સાથે)

Next Article