Kheda: ગુજરાત વિધાનસભામાં ખાનગી યુનિવર્સિટી (Private university)અંગેનું બિલ પાસ થયુ. આ બિલમાં રાજયની એવી સંસ્થાઓ કે જે સેવાકીય પ્રવૃત્તિઓ નહિ નફો કે નહિ નુકશાનના ધોરણે કામ કરે છે તેવી કુલ 11 સંસ્થાઓને ખાનગી યુનિવર્સિટીઓ માટે મંજૂરીઓ આપવામાં આવી હતી. આ પૈકીની આપણી મહાગુજરાત મેડીકલ સોસાયટીનું (Maha Gujarat Medical Society)નામ પ્રથમ હતું. આમ આ મેડીકલ સોસાયટીને મંજૂરી મળતા આ સોસાયટી દ્વારા સંસ્થાને રૂ.10 કરોડ જેટલી માતબર રકમનું દાન આપનાર દાતાશ્રી વિણાબેન ઠાકોરભાઇ પટેલ, સંસ્થાને મંજૂરી મળે તે માટે અથાગ પ્રયત્નો કરવા બદલ તેમજ ગુજરાત વિધાનસભામાં અત્યંત અર્થસભર અને પરીણામલક્ષી વકતવ્ય આપવા અને મંજૂરી મેળવવા બદલ ગુજરાત વિધાનસભાના દંડક અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ તેમજ મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ, પૂર્વ કેન્દ્રીયમંત્રી દિનશા પટેલનું મહાગુજરાત મેડિકલ સોસાયટી દ્વારા ઋણ સ્વીકારનો કાર્યક્રમ નડિયાદ ખાતે કુંદનબેન દિનશા પટેલ નર્સિંગ એડિટોરીયમ, દિનશા પટેલ નર્સિગ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દંડકએ જણાવ્યું હતું કે, મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી બનવા જઈ રહી છે. યુનિ.ની મંજૂરી મળી ગઈ છે. આ વિચારને મૂર્તિમંત કરવા માટે એક કાર્યક્રમમાં ડૉ. ગુપ્તા સાહેબને જણાવ્યું હતું. તેનો તેઓ દ્વારા સરળ અને સરસ પ્રતિભાવ મળ્યો તેમજ આ મેડીકલ સોસાયટીના પદાધિકારીઓ, વહિવટદારોએ સારું માર્ગદર્શન અને તેને અનુરૂપ તમામ તૈયારીઓ કરી જે આજે સાકાર થઇ રહયું છે. વિરોધપક્ષના નેતા સાથે દિનશા પટેલએ પણ વાત કરી અને આ બિલ સર્વાનુમતે મંજૂર થયુ. મારી દ્રષ્ટીએ આ પેઢી પાસે આપણે ઘણું શીખવાનું છે, તેઓએ નડિયાદ માટે ખુબ જ કામ કર્યું છે. હવે આપણે પણ તેઓની પાસે શીખીને તૈયારી થવું પડશે તેવો અનુરોધ તેઓએ યુવા પેઢીને કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આજે મારે હાથે બીજા યુનિને મંજૂરી મળી છે. ડીડીઆઇટીને પણ મેડીકલ કોલેજ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની મંજૂરીની કાર્યવાહી પણ પૂર્ણ થઇ છે. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નડિયાદની જનતા માટે તેમજ ખેડા જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે માટે પણ એક કામ પ્રોગ્રેસ છે. શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ આપણી પર છે તેથી આવનારા દિવસોમાં એક ઓર પીછું ઉમરાશે તેવી આશા છે.
આ પ્રસંગે દિનશા પટેલએ જણાવ્યું હતું કે, એજયુકેશનની સાથે સાથે હવે નડિયાદ પણ એક મેડિકલ હબ તરીકે ઉપસી રહયું છે. અહિંયા અદ્યતન આર્યુવેદિક કોલેજ તેમજ નવી હોમીયોપેથીક કોલેજનું પણ નિર્માણ થઇ રહયું છે. તેથી નડિયાદ અને તેની આજુબાજના નાગરિકોની સુવિધામાં વધારો થશે. નડિયાદની આર્યુવેદીક કોલેજે તો દેશ-વિદેશમાં પણ નામના મેળવી છે. વિદેશથી દર્દીઓ સારવાર માટે તેમજ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવે છે. પંકજભાઇએ પણ સારી કામગીરી કરી છે અને કરતા રહેશે. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, દાતાશ્રી વિણાબેન પટેલ સારું આયુષ્ય ભોગવે તેમજ સમાજ સેવાઓ કરતા રહે. તેઓની સમાજ સેવા આવનારી પેઢીઓ, દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ રહેશે.
આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાના નવા 09 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 67 થઈ