જામનગરઃ જી. જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષનું ભવ્ય આયોજન

|

Feb 18, 2022 | 12:57 PM

આ બે દિવસના જ્ઞાનસત્ર દરમ્યાન ડો. સાતાના આમંત્રણને માન આપી સમગ્ર ગુજરાતનાબધી જ મેડીકલ કોલેજો (ગવર્મેન્ટ + GMERS + પ્રાઇવેટ) જ્યાં જ્યાં ઓર્થોપેડિક વિભાગમાં M.S.નો અભ્યાસ ક્રમ થાય છે.

જામનગરઃ જી. જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષનું ભવ્ય આયોજન
Jamnagar: G. G. hospital organized a grand post graduate lecture course for the whole of Gujarat

Follow us on

JAMNAGAR ના ગૌરવ સમાન એમ. પી. શાહ મેડીકલ કોલેજ સંલગ્ન જી. જી. હોસ્પિટલનો (G.G.HOSPITAL) ઓર્થોપેડિક વિભાગ, ડો. વિજય આર. સાતાના માર્ગદર્શન હેઠળ સતત દર વર્ષે હજારો દર્દીઓની શ્રેષ્ઠ સારવાર તો કરે જ છે. સાથે સાથે ન માત્ર જામનગર પરંતુ સમગ્ર ગુજરાતના સ્તરે ઓર્થોપેડિક વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠતમ ટીચિંગ – લર્નિગ પ્લેટફોર્મ પણ સતત પુરું પાડવા માટે કાર્યરત રહે છે.

આ જ શ્રેષ્ઠ પરમ્પરા હેઠળ ગત તા. 05 સપ્ટેમ્બર (ટીચર્સ ડે) ના નિમિતે ઓપન ગુજરાત પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વીઝનું અત્યંત સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ હવે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના સ્વપ્નને સાકાર કરતો એક અત્યંત જટિલ અને શ્રેષ્ઠ તેવો ગુજરાત ઓર્થોપેડીક્સ એસોસીએસન પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષ હવે સમગ્ર ઓર્થોપેડીક્સ વિભાગ ડો. વિજય આર. સાતાના સધન માર્ગદર્શન હેઠળ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ ના નવા બિલ્ડીંગ ખાતે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે તા. 19 તથા 20 ફેબ્રુઆરી 2022ના રોજ કરવા જઈ રહેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતથી એમ. એસ. (ઓર્થોપેડીક્સ)ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 80 થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

આ બે દિવસ દરમ્યાન એમ.એસ. (ઓર્થોપેડીક્સ)ની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ખાસ લેક્ટર્સ ઉપરાંત ચર્ચાસત્ર, ઓર્થોપેડિક સર્જનની કાયમની પ્રેકટીસમાં અત્યંત મહત્વના એવા થાપાના સાંધાના ઘસારા, મણકાની ગાદીની તકલીફો, ગોઠણના સાંધાનો ઘસારો, નાના બાળકોના વાંકા-ચુકા પગ, હાડકું ઓપરેશન છતાં જોડાતું ન હોય (નોન યુનિયન), હાડકામાં રસી થઇ જાય – જેવા દર્દીઓ (જેમની સારવાર કેટલા બધા વર્ષોથી જી.જી.હોસ્પીટલના ઓર્થો. વિભાગ દ્વારા ખુબ સફળ રીતે કરવામાં આવે જ છે) ને પ્રત્યક્ષ બતાવી, તેમના કેઈસ બાબતે ખાસ માર્ગદર્શન આપી આવા મુશ્કેલ દર્દીઓની સારવાર કઈ રીતે સરળતાથી તથા સફળતાથી કરી શકાય તેમજ કોમ્પ્લીકેશનના ભય સ્થાનોને કઈ રીતે દુર રાખી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ સમગ્ર કાર્યક્રમના આયોજન વિભાગના વડા ડો. સાતાના માર્ગદર્શન હેઠળ, ગુજરાત ઓર્થોપેડિક અસોસીએસનના પ્રમુખ ડો. વિકાસ જૈન તથા સેક્રેટરી ડો. કમલેશ દેવમુરારીના નેજા હેઠળ, સમગ્ર જામનગરના ઓર્થોપેડિક સર્જનોના ઉત્સાહભેર સહયોગ સાથે ઓર્ગે. સેક્રેટરી ડો. દીપક પરમાર દ્વારા કરવામાં આવેલ છે. નેશનલ સેક્રેટરી (ઇન્ડિયન ઓર્થો. એસોસીએશન) ડો. નવિન ઠક્કરનો પણ સક્રિય સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ કાર્યકમાં તમામ જુનિયર-સીનીયર રેસી. ડોક્ટર્સ તેમજ ઓર્થો. વિભાગના ડો. નેહલ શાહ તથા ડો. અપૂર્વ ડોડીયા ઉત્સાહ ભેર ભાગ લઇ રહેલ છે.

આ બે દિવસના જ્ઞાનસત્ર દરમ્યાન ડો. સાતાના આમંત્રણને માન આપી સમગ્ર ગુજરાતનાબધી જ મેડીકલ કોલેજો (ગવર્મેન્ટ + GMERS + પ્રાઇવેટ) જ્યાં જ્યાં ઓર્થોપેડિક વિભાગમાં M.S.નો અભ્યાસ ક્રમ થાય છે. ત્યાંના હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ, સંનિષ્ઠ શિક્ષકો તથા 15 જેટલા પોત પોતાના વિષયના શ્રેષ્ઠ પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા ઓર્થોપેડિક સર્જનો જામનગર આવી પોતાના જ્ઞાનનો લાભ ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને આપશે. આ સમગ્ર આયોજનો મુખ્ય હેતુ એ જ છે કે આજના વિદ્યાર્થીઓ જયારે આવતીકાલે સમાજને પોતાની સેવાઓનો, જ્ઞાન કુશળતાનો લાભ આપે ત્યારે ઓર્થોપેડીક્સ જેવ અત્યંત જટિલ અને જોખમી સારવાર પામતા દર્દીઓને સમગ્ર ગુજરાતમાં લગભગ એકસરખી, શ્રેષ્ઠ સારવાર મળે. આ બાબતે જામનગર અગ્રેસર રહેલ છે જે ખુબ ગૌરવની બાબત છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના હાલના પ્રમુખ, સેક્રેટરી તો પધારી જ રહ્યા છે. પરંતુ પૂર્વ પ્રમુખો; નેશનલ સેક્રેટરી અને આર્થોસ્કોપી (દૂરબીન ના ઓપરેશનો) ; સાંધા બદલવાના નિષ્ણાંતો, મણકાના ઓપરેશનના નિષ્ણાંતો, બાળકોના ઓર્થોપેડિકને લગતા રોગો, હાડકાના કેન્સરના નિષ્ણાંત, જટિલતમ ફેકચરની સારવાર સરળ કરી આપનાર નિષ્ણાંતો આમ, તમામ આયામના અનેક નિષ્ણાંતો જ્ઞાનની ગંગોત્રી અને અનુભવની યમનોત્રી અત્રેની એમ.પી.શાહ સરકારી મેડીકલ ખાતે વહાવશે.

આ સમગ્ર આયોજનમાં ડો. સાતાને, ઓર્ગે. સેક્રેટરી. ડો. દીપક પરમાર તેમજ સમગ્ર ઓર્થોપેડિક વિભાગના સક્રિય સહયોગ ઉપરાંત પૂર્વ હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ ડો.વી.એમ.શાહ તથા ડો. કે. એસ. સોલંકીના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. ડીન ડો. નંદની દેસાઈ, તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી, એડીશનલ ડીન ડો. ચેટર્જી તેમજ ફેકલ્ટી ડીન અને આઈ.એમ.એ. નેશનલ સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ ડો. વિજય પોપટનો સતત, સંપૂર્ણ સહયોગ તથા માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે.

 

આ પણ વાંચો : રાજકોટઃ ભૂમાફિયાઓ દ્વારા મારામારીનો કેસમાં ઈજાગ્રસ્ત કારખાનેદારનું મોત, ચાર શખ્સોની ધરપકડ

આ પણ વાંચો : વડોદરા : અધિકારીઓને ખુલ્લા પાડવા કોર્પોરેટર ગટર જેવી ગંદી કાંસમાં ઉતર્યા, પ્રજાના કામ કરવામાં અધિકારીઓને કેમ રસ નથી?

Published On - 12:55 pm, Fri, 18 February 22

Next Article