Study in UK : ભારતીયો માટે વિદેશમાં ભણવું મુશ્કેલ બની રહ્યું છે, જાણો કારણ

|

Jan 09, 2023 | 9:15 AM

Study in UK : યુકેમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, 7 વર્ષ પહેલાં તે એક અઠવાડિયાના ભોજન માટે જે ખર્ચ કરતી હતી તે હવે માત્ર એક ભોજન પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

Study in UK : ભારતીયો માટે વિદેશમાં ભણવું મુશ્કેલ બની રહ્યું છે, જાણો કારણ
Study in UK

Follow us on

Study in UK : આ વર્ષે ભારતીયોને યુકેના સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે, પરંતુ વધતી જતી મોંઘવારીએ તેમના માટે તે શહેરોમાં રહેવું મુશ્કેલ બનાવી દીધું છે. વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે જીવન ટકાવી રાખવું અને તેમની કોલેજ કે યુનિવર્સિટીની ફી ચૂકવવી એ એક પડકાર બની ગયું છે. મીડિયા રિપોર્ટ્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થીઓ હાલમાં જ દેશમાં આવ્યા છે તેમના માટે વિદેશમાં અભ્યાસ કરવો મુશ્કેલ બની રહ્યું છે.

યુકેનો ફુગાવો 2022માં રેકોર્ડ ઊંચાઈએ પહોંચશે. ઓનર હાઉસિંગની કિંમત (CPIH) સહિત ગ્રાહક ભાવ સૂચકાંક સપ્ટેમ્બર 2022થી 12 મહિનામાં 8.8 ટકા વધ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના નવેમ્બરના આંકડા અનુસાર ફુગાવાનો દર 9.3 ટકા પર પહોંચી ગયો છે.

UKમાં ભારતીયોની સંખ્યામાં થયો છે વધારો

હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે કે, બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓના મામલે ભારત નંબર વન છે. છેલ્લાં 3 વર્ષમાં યુનાઇટેડ કિંગડમ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા UK વિઝાની સંખ્યામાં 273 ટકાનો વધારો થયો છે. યુકે હોમ ઓફિસના ડેટા અનુસાર બ્રિટને સપ્ટેમ્બર 2022 ના અંત સુધી ભારતીય વિદ્યાર્થીઓને 1,27,731 અભ્યાસ વિઝા જાહેર કર્યા છે. જ્યારે 2019માં ભારતીયોને મળેલા યુકે સ્ટડી વિઝાની સંખ્યા માત્ર 34,261 હતી એટલે કે 273 ટકાનો સીધો વધારો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બ્રિટિશ હાઈ કમિશનના ડેટા અનુસાર ભારત હવે યુકેમાં પ્રાયોજિત અભ્યાસ વિઝાના સૌથી મોટા જાહેર કર્તા તરીકે ચીનને પાછળ છોડીને આગલ નીકળી ગયું છે. સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા વર્ષ માટે ભારતીયોને સૌથી વધુ 1.27 લાખ વિદ્યાર્થી વિઝા મળ્યા છે.

વિદ્યાર્થીઓએ જણાવી સ્થિતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુકેમાં રહેતી વિદ્યાર્થિની રિયા જૈને 7 વર્ષ પહેલા પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને વધુ અભ્યાસ માટે તેણે ફરી એકવાર એ જ જગ્યા પસંદ કરી છે. તેણે કહ્યું કે, સાત વર્ષ પહેલા હું ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે ખોરાક પર તેટલો ખર્ચ કરતી હતી જેટલો આજે એક દિવસ માટે ખર્ચ કરું છું.

બીજી તરફ, ધોરણ-12ના વિદ્યાર્થી સ્કંધ રાજીવે કહ્યું કે, 6ઠ્ઠા ધોરણથી મારું સપનું છે કે યુકેમાંથી સ્નાતક થવું અને તે મુજબ તૈયારી કરવી પરંતુ દેશમાં સતત ચાલુ નાણાકીય કટોકટી સાથે મેં યુકે કરતા ઓછા ફુગાવાવાળા દેશને પસંદ કરીને વાસ્તવિક દ્રષ્ટિકોણ અપનાવવાનું નક્કી કર્યું.

Next Article