CA Exam 2022 ડિસેમ્બર એડમિટ કાર્ડ, icai.org પરથી આ રીતે કરો ડાઉનલોડ

|

Nov 22, 2022 | 8:03 AM

ICAI CA Admit Card 2022 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમે icai.org પરથી CA પરીક્ષા 2022 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

CA Exam 2022 ડિસેમ્બર એડમિટ કાર્ડ, icai.org પરથી આ રીતે કરો ડાઉનલોડ
CA exam

Follow us on

ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) ડિસેમ્બર 2022 CA પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર કરવા જઈ રહ્યું છે. CA Foundation Exam 14 ડિસેમ્બર 2022થી શરૂ થવા જઈ રહી છે. ઉમેદવારો હવે તેમની હોલ ટિકિટની રાહ જોઈ રહ્યા છે. CA ફાઉન્ડેશન પરીક્ષા 2022 એડમિટ કાર્ડ ICAI icai.orgની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જેમણે આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ 5 સહેલા સ્ટેપમાં તેમનું ICAI CA Admit Card ડાઉનલોડ કરી શકશે.

CA સંસ્થા માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ પર એડમિટ કાર્ડ જાહેર કરશે. સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ભૌતિક એટલે કે ઓફલાઈન એડમિટ કાર્ડ કોઈપણ સંજોગોમાં આપવામાં આવશે નહીં. તેમજ તમને ઈમેલ, પોસ્ટ કે અન્ય કોઈપણ માધ્યમથી CA Hall Ticket મોકલવામાં આવશે નહીં. તેથી પરીક્ષામાં બેસવા માટે હોલ ટિકિટ મેળવવાનો એકમાત્ર રસ્તો તેને ઑનલાઇન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનો છે.

ICAI CA 2022 Admit Card આ રીતે કરો ડાઉનલોડ

  1. ICAI icai.org ની વેબસાઇટ પર જાઓ.
  2. હોમ પેજ પર પરીક્ષા લિંક પર ક્લિક કરો. ICAI પરીક્ષા પેજ ખુલશે. એડમિટ કાર્ડ અહીં શોધો અને તેના માટે એક્ટિવ કરેલી લિંક પર ક્લિક કરો. (CA Foundation Exam December 2022 Admit Card જાહેર થયા પછી)
  3. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  4. તમારો અરજી નંબર/રજીસ્ટ્રેશન નંબર/રોલ નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ સબમિટ કરો.
  5. લોગિન કર્યા પછી, તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરીને તેને ખોલો.
  6. સ્ક્રીન પર આપેલા ડાઉનલોડ વિકલ્પમાંથી સંપૂર્ણ માહિતી તપાસો અને એડમિટ કાર્ડને સાચવો. તેની પ્રિન્ટ પણ કાઢી લો. પરીક્ષામાં પ્રિન્ટેડ કોપી લેવાની રહેશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ICAI ડિસેમ્બર પરીક્ષા 2022 ના એડમિટ કાર્ડ નવેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. જોકે સંસ્થાએ CA ડિસેમ્બર 2022 એડમિટ કાર્ડની તારીખ અંગે કોઈ ઔપચારિક માહિતી આપી નથી. લેટેસ્ટ અપડેટ્સ માટે વેબસાઇટ પર નજર રાખો.

CA December Exam Dateની તારીખ શું છે?

સંસ્થા દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર, આ પરીક્ષા 14, 16, 18 અને 20 ડિસેમ્બર 2022ના રોજ લેવામાં આવશે. પેપર 1 અને પેપર 2 ની પરીક્ષા 3 કલાકની રહેશે – બપોરે 2 થી 5 વાગ્યા સુધી. જેમાં પરીક્ષા શરૂ થતાં પહેલાં પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો વાંચનનો સમય પણ આપવામાં આવશે. જ્યારે પેપર 3 અને 4ની પરીક્ષા 2 કલાકની રહેશે – બપોરે 2થી 4 વાગ્યા સુધી. આમાં કોઈ વધારાનો વાંચન સમય આપવામાં આવશે નહીં.

Next Article