Airforce Agniveer Recruitment 2022: અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ખાલી જગ્યા દ્વારા અગ્નિવીર વાયુની (Indian Airforce Agniveer Vayu) જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ તાજેતરમાં શરૂ કરાયેલી અગ્નિપથ યોજના પર આધારિત હશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આમાં અરજી કરવા માગે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ- indianairforce.nic.in અથવા agnipathvayu.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ જેવી વિગતો વિશે સારો ખ્યાલ મેળવવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ યોજના (Agnipath Scheme) દ્વારા સામેલ ઉમેદવારોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.
અગ્નિવીર વાયુની જગ્યાઓ પર બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 24 જૂન 2022થી શરૂ થઈ ગઈ છે. આમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 05 જુલાઈ 2022 સુધીનો સમય મળ્યો છે. આ ખાલી જગ્યા માટેની પરીક્ષા 24 જુલાઈ 2022ના રોજ લેવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનમાં ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો જોઈ શકે છે. આ લેખમાં અગ્નિવીર વાયુ ભરતી માટેની પરીક્ષા પેટર્ન જણાવવામાં આવી રહી છે.
આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો માટે સૌ પ્રથમ ઓનલાઈન પરીક્ષા (Online Exam) લેવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ (MCQs)ની હશે. નોંધનીય છે કે વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષય સિવાયના અન્ય વિષયો પસંદ કરનાર ઉમેદવારો માટેની ઓનલાઈન પરીક્ષા એક જ સિસ્ટમ પર એક બેઠકમાં લેવામાં આવશે. આ સંદર્ભમાં ભારતીય વાયુસેના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ઓનલાઈન પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે એક માર્ક આપવામાં આવશે. બીજી તરફ, જે પ્રશ્નોનો જવાબ નહીં આપી શકો તેના માટે 0 માર્કસ અને દરેક ખોટા જવાબ માટે 0.25 માર્કસ કાપવામાં આવશે. આમાં ત્રણ અલગ-અલગ પેટર્ન સૂચવવામાં આવી છે.
નોંધ કરો કે, અગ્નિવીર વાયુ ભરતી માટે પ્રથમ તબક્કાની પરીક્ષા પછી ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણના આધારે કટ ઓફ લાગુ કરવામાં આવશે. આ પરીક્ષામાં શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર પરીક્ષાના આગલા તબક્કા માટે એડમિટ કાર્ડ મોકલવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લો.