NEETની પરીક્ષામાં કેવી રીતે નક્કી થાય છે રેન્ક, જાણો અહીં શું છે તેની ફોર્મ્યુલા?

આજે NEET UG પરિણામ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. 1563 ઉમેદવારો, જેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા, તેઓએ ફરીથી પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા 23 જૂને ફરીથી લેવામાં આવશે અને 30 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

NEETની પરીક્ષામાં કેવી રીતે નક્કી થાય છે રેન્ક, જાણો અહીં શું છે તેની ફોર્મ્યુલા?
How is the rank decided NEET know here
| Updated on: Jun 13, 2024 | 1:07 PM

નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા 4 જૂને જાહેર કરાયેલા NEET UG પરિણામમાં ગેરરીતિના આરોપો બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યોં હતો. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા 23 જૂને ફરીથી લેવામાં આવશે અને પરિણામ 30 જૂને જાહેર કરવામાં આવશે.

ત્યારે નીટની પરીક્ષામાં કેવી રીતે રેન્ક તેમજ માર્ક્સ આપવામાં આવે છે. ચાલો જાણીએ શું છે તેની ફોર્મુલ્યા.

NEET મામલે કેમ ચાલી રહ્યો છે વિવાદ?

NTA એ  પણ સ્પષ્ટ કર્યું છે કે NEET માં પ્રથમ રેન્ક મેળવનારા તમામ 67 ઉમેદવારો ટોપર્સ નથી. આ તમામ ઉમેદવારોને 720માંથી 720 માર્કસ મળ્યા છે. તેમાંથી 44 માત્ર એટલા માટે ટોચ પર પહોંચ્યા કારણ કે તેમને ખોટા પ્રશ્નનો જવાબ આપવા બદલ ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.

2019 થી, NEET UG માં ત્રણથી વધુ ટોપર્સ ન હતા. 2019 અને 2020માં માત્ર એક જ ટોપર હતો. 2021માં ત્રણ ટોપર્સ, 2022માં એક અને 2023માં બે ટોપર્સ હતા. આ વર્ષે પ્રથમ વખત 67 ઉમેદવારોએ એક સાથે 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. ત્યારે આ કેવી રીતે હોઈ શકે તેને લઈને સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે.

શું છે NEETમાં માર્કસ અને રેન્ક આપવાની ફોર્મ્યુલા?

નીટની પરીક્ષામાં જો તમે એક પ્રશ્ન સાચો લખો તો તેના 4 માર્ક્સ હોય છે જ્યારે તે પ્રશ્નનો જવાબ ખોટો પડે તો -1 કપાઈ જાય છે, જ્યારે તમે તે પ્રશ્નને અટેમ્પટ જ ન કરો તો તેનો કોઈ માર્ક હોતો નથી. આમાં ટોટલ 180 પ્રશ્નો હોય છે જેમાં બધા સાચા તો 720 માર્ક મળે જ્યારે તેમાંથી એક ખોટો તો તેને 716 -1 એટલે કે 715 માર્ક્સ મળે પણ જો તે પ્રશ્નનો કોઈ જવાબ જ ન આપ્યો હોય તો 180 માંથી તેણે 179 પ્રશ્નો લખ્યા તો માર્ક મળશે 716 માક્સ આવી શકે. ત્યારે આમાં મોટો પ્રશ્ન એ છે કે બે વિદ્યાર્થીઓને આમાં 718 અને 719 માર્કસ કેવી રીતે આવ્યા !

NTA એ આ મામલે જણાવ્યું કે તેમણે વિદ્યાર્થીઓને પેપર આપવામાં ટાઈમ બરબાર થયો તેને લઈને ગ્રેસ માર્કસ આપ્યા છે. જોકે આ પોસિબલ નથી.

Published On - 12:36 pm, Thu, 13 June 24