ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, ગુજકેટ 2023નું પરિણામ જાહેર થઈ ગયું છે ! ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જીએસઈબી આજે મે 2, 2023 ના રોજ GUJCET પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ તેમના GUJCET 2023 પરિણામ, સત્તાવાર વેબસાઇટ પર સ્કોરકાર્ડ જોઈ શકે છે gseb.org તેની સીધી લિંક નીચે શેર કરવામાં આવી છે.
GUJCET પરિણામ 2023 આજે GSEB HSC 12મા વિજ્ઞાનના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યું હતું. લગભગ 1.26 લાખ ઉમેદવારો માટે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
સમગ્ર GUJCETની પરીક્ષા માટે ગ્રુપ A અને B મુજબ Percentile Rank જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગ્રૂપ A માં 99 Percentile Rank ધરાવતા 488 વિદ્યાર્થીઓ છે. જ્યારે ગ્રૂપ B માં 99 Percentile Rank ધરાવતા 781 વિદ્યાર્થીઓ છે. મહત્વનુ છે કે, 90 Percentile Rank ધરાવતા A ગ્રુપ માં 4844 તેમજ B માં 7,967 વિદ્યાર્થીઓ રહ્યા છે.
A ગ્રૂપમાં 0 થી 20 Percentile Rank વાળા 48,361 વિદ્યાર્થીઓ છે. જ્યારે B ગ્રૂપમાં 78,502 વિદ્યાર્થીઓએ રહ્યા છે. GUJCET ની પરીક્ષામાં A અને B ગ્રૂપમાં રજીસ્ટર થયેલા 130,788 વિદ્યાર્થીઓએ માથી 126,605 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મહત્વની વાત છે કે, B ગ્રૂપમાં વિદ્યાર્થી કરતાં વિદ્યાર્થિનીની સંખ્યા વધુ છે.
લાયકાત ધરાવતા ઉમેદવારો હવે GUJCET કાઉન્સેલિંગ પ્રક્રિયા માટે અરજી કરવાનું શરૂ કરશે. ઉમેદવારો તેમનું GUJCET પરિણામ 2023 કેવી રીતે તપાસવું તે જાણવા માટે નીચે આપેલ પ્રક્રિયાનો પણ સંદર્ભ લઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…