GSEB HSC Result 2023 : ગુજરાત બોર્ડ 12 સાયન્સનું રિઝલ્ટ ઈતિહાસમાં પહેલીવાર WhatsApp પર આજે થશે જાહેર, આ રીતે gseb.org પર કરો ચેક

|

May 02, 2023 | 7:17 AM

Gujarat Board HSC Result 2023 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12મા સાયન્સ સ્ટ્રીમનું રિઝલ્ટ વેબસાઈટ- gseb.org પર જાહેર કરવામાં આવશે.

GSEB HSC Result 2023 : ગુજરાત બોર્ડ 12 સાયન્સનું રિઝલ્ટ ઈતિહાસમાં પહેલીવાર WhatsApp પર આજે થશે જાહેર, આ રીતે gseb.org પર કરો ચેક
Gujarat Board 12th Science Result 2023

Follow us on

Gujarat Board 12th Science Result 2023 : ગુજરાત બોર્ડ 12માની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની રાહ આજે એટલે કે 02 મે 2023ના રોજ સમાપ્ત થવા જશે. Gujarat Board HSC Scienceનું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે. ઓનલાઈન માર્કશીટ ઓફિશિયલ વેબસાઈટ- gseb.org પર ચકાસી શકાય છે.

આ પણ વાંચો : GSEB HSC Result 2021 : ગુજરાત બોર્ડ 12 સાયન્સના રિપીટર્સનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવશે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થશે. સવારે 9 વાગ્યે બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. જેના પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત વિદ્યાર્થીઓને વ્હોટ્સ એપ પર પણ પરિણામ મોકલવામાં આવશે. બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્હોટ્સ એપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો છે. આ વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. આજે માત્ર માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે, તેમજ 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 12મા વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે GUJCET 2023નું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Gujarat Board Science માં 1.24 લાખ વિદ્યાર્થીઓ

આ વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં 9,56,753 વિદ્યાર્થીઓ, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓ છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વિદ્યાર્થીઓનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને જન્મ તારીખ દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે.

GSEB વર્ગ 10 ની પરીક્ષા 2023 14 થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે GSEB વર્ગ 12 ની પરીક્ષા 2023 માર્ચ 14 થી 25, 2023 દરમિયાન લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં 10માનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર થશે. પરિણામ ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ નીચે આપેલા સ્ટેપ્સને અનુસરવાનું રહેશે.

GSEB 12th Result 2023 આ રીતે ચેક કરો

  • વિદ્યાર્થીઓની ઓનલાઈન માર્કશીટ તપાસવા માટે, સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ.
  • પોર્ટલના હોમ પેજ પર Board Websites ની લિંક પર જવું પડશે.
  • આગળના પેજ પર રિઝલ્ટ ચેક કરવાનો ઓપ્શન દેખાશે.
  • આ પછી તમારો રોલ નંબર અને જન્મ તારીખ ફીડ કરો.
  • રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે, તેને ચેક કર્યા પછી, પ્રિન્ટ આઉટ લો.

ધોરણ 12 ના અન્ય પ્રવાહોનું પરિણામ પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Next Article