આખરે બે વર્ષ બાદ શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થશે, 21 ફેબ્રુઆરીથી સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

|

Feb 18, 2022 | 1:24 PM

ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં શિક્ષણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો . જેમાં આગામી 21મીને સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ થશે.

આખરે બે વર્ષ બાદ શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થશે, 21 ફેબ્રુઆરીથી સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે
Full offline education will start from February 21 in Gujarat (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

ગુજરાતમાં (Gujarat) લગભગ બે વર્ષ પછી વિદ્યાર્થીઓ માટે કપરો સમય હતો. પરંતુ હવે શાળા-કોલેજોમાં (School-colleges) સોમવારથી ફરજિયાત થવા જઇ રહી છે. છેલ્લા બે વરસથી કોરોનાને કારણે સ્કૂલો-કોલેજો નિયમિત ખોલવામાં આવી ન હતી. અને, મોટાભાગે શાળા-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ (Online education)ચાલુ હતું. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ઘણી માઠી અસર પડી છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. જેથી ગુરુવારે રાજ્યસરકારે (Government of Gujarat)મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઇનને (Offline education)મંજૂરી આપી દેવામાં આવી છે. આમ હવે આવતા સોમવારથી (21-02-2022) શાળા-કોલેજો ફરીથી રાબેતા મુજબ શરૂ થઇ જશે.

ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં શિક્ષણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો . જેમાં આગામી 21મીને સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ થશે. આમ, હવે બે વર્ષ બાદ સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણનો આરંભ થશે.

નોંધનીય છેકે આ મામલે શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય અપાયો છે. જે માટે આ નિર્ણયનું અમલીકરણ તા. 21મીને સોમવારથી થઇ રહ્યું છે. જેમાં સ્કૂલોમાં 100% હાજરી સાથે ભણાવવા સરકાર તૈયાર થઇ છે. શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે નોંધ્યું હતું કે, શિક્ષણના વિશાળ જાહેર હિતમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ આજની કોર કમિટીમાં ચર્ચા થઈ હતી. જે મુજબ, 21 ફેબ્રુઆરી, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

સોમવારથી શાળાઓમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં ક્લાસરૂમમાંથી ચાલતા ઑનલાઇન શિક્ષણના બદલે હવે માત્ર ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓ માટે જી-શાળા એપ પર રેકોર્ડેડ કન્ટેન્ટ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, હવે રાજ્યની સ્કૂલોમાં રાબેતા મુજબનું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.

આ પણ વાંચો : Russia-Ukraine : રશિયા-યુક્રેનના એકબીજા પર હુમલાના આરોપથી લઈને અમેરિકાની ચેતવણી, વાંચો અત્યાર સુધીની 10 મહત્વની બાબતો

આ પણ વાંચો : જામનગરઃ જી. જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષનું ભવ્ય આયોજન

Next Article