Ahmedabad : GMERSની મેડિકલ કોલેજોમાં થયો ફી વધારો, 5.50 લાખથી 17 લાખ સુધીની ફી લેવાશે

|

Jul 21, 2023 | 2:40 PM

રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (જીએમઈઆરએસ) હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

Ahmedabad : GMERSની મેડિકલ કોલેજોમાં થયો ફી વધારો, 5.50 લાખથી 17 લાખ સુધીની ફી લેવાશે
Fee increase in medical colleges

Follow us on

GMERS   :  રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી GMERS હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ 2023- 2024ની ફીની જાહેરાત કરી છે. જેમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે 17 લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે 5.50 લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે 25 હજાર યુએસ ડોલર ફી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad : આઇ.ટી.આઇ. કુબેરનગરના અદ્યતન બહુમાળી મકાનનું ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યુ લોકાર્પણ

આ અગાઉ GMERSની કોલેજોમાં મેનેજેમન્ટ ક્વોટામાં 9.07 લાખ,એનઆરઆઈ ક્વોટામાં 22 હજાર યુએસ ડોલર તેમજ સરકારી ક્વોટામાં 3.30 લાખની ફી હતી. જેમાં 70 થી 90 ટકાનો ફી વધારો કરવામાં આવ્યો છે. GMERSએ તમામ મેડિકલ કોલેજોના ડીનને નવી ફી બાબતેનો પરિપત્ર આપ્યો છે.

જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી
Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર

એક વર્ષની સેવા ના આપનાર પાસેથી 1 લાખ રુ વસૂલાશે

આ સાથે જ નવા નિયમ અનુસાર GMRCની મેડિકલ કોલેજોમાં MBBSમાં સરકારી ક્વોટામાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ માટે ફરજિયાત સેવા આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ એક વર્ષની સેવા નહીં આપે તેમની પાસે 1 લાખ રુપિયાની ફિ વસૂલવામાં આવશે.

GMERS દ્વારા ગુજરાતમાં આવેલી નવી તેમજ જૂની તેમ લગભગ 13 ખાનગી અને અર્ધસરાકરી મેડિકલ કોલેજોની એક વર્ષ માટેની ફી નક્કી કરવામાં આવી છે. મંજૂર થયેલી MBBSની કુલ 2100 સીટમાંથી 1500 સ્ટેટ ક્વોટાની, ઓલ ઈન્ડિયા ક્વોટાની 75 સહિત 1575 સરકારી ક્વોટાની બેઠકો માટે 5.50 લાખ રુપિયા વાર્ષિક ફી રાખવામાં આવી છે.

રાજ્યમાં 4 ખાનગી મેડિકલ કોલેજો શરુ

જેમાં 10 ટકા લેખે મેનેજમેન્ટ ક્વોટાની 210 બેઠકો માટે 17 લાખ રુપિયા ફી રાખવામાં આવી છે. તો NRI ક્વોટાની 15 ટકા લેખે 315 બેઠકો પર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તેમને 25 હજાર ડોલર ફી ચુકવવાની રહેશે. સરકારની મેડિકલ પ્રવેશ સમિતિની કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં NRI ક્વોટાની બેઠકો જો ખાલી રહે તો મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ થશે અને જેની ફી 17 લાખ ભરવાની રહેશે. GMERS દ્વારા ફી સાથે પ્રવેશના નવા નિયમોમાં જાહેર કરવામાં આવ્યા છે. તે અનુસાર અભ્યાસ બાદ જે વિદ્યાર્થીઓ સરકારી ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હશે તેમને કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજીયાત સેવા આપવાની રહેશે.

તો ચાલુ શૈક્ષણિક વર્ષ રાજ્યમાં 4 ખાનગી મેડિકલ કોલેજો શરુ કરવામાં આવી છે. જેમાં સરકારની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આ ચાર મેડિકલ કોલેજોની એક વર્ષની નક્કી કરવામાં આવી છે. જેના અંતર્ગત સ્વામિનારાયણ-કલોલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની 15.75 અને સરકારી ક્વોટાની 8.25 રાખવામાં આવી છે. જ્યારે ઝાયડસ કોલેજ-દાહોદની પીજી મેડિકલની મેનેજમેન્ટ ક્વોટાની 25.40 લાખ અને સરકારી ક્વોટાની 15.97 લાખ ફી નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article