ભારત સરકાર પ્રાદેશિક ભાષાઓમાં શબ્દકોશ બહાર પાડશે, 15 ક્ષેત્રોને આવરી લેવાની પ્રથમ પ્રાથમિકતા

|

May 08, 2023 | 4:30 PM

ભારતીય શિક્ષણ મંત્રાલયનું કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજી (CSTT) 10 અલગ-અલગ ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં અન્ડર-પ્રેઝન્ટેડ ટેકનિકલ અને વૈજ્ઞાનિક ડિક્ષનરી વિકસાવવા માટે કામ કરી રહ્યું છે.

ભારત સરકાર પ્રાદેશિક ભાષાઓમાં શબ્દકોશ બહાર પાડશે, 15 ક્ષેત્રોને આવરી લેવાની પ્રથમ પ્રાથમિકતા
Education national news

Follow us on

Government of India : પ્રાદેશિક ભાષામાં અભ્યાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર અનેક પગલાં લઈ રહી છે. માત્ર અંગ્રેજી ભાષામાં શિક્ષણ પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને પ્રાદેશિક ભાષાઓમાં પણ શિક્ષણ આપવું જોઈએ, જેથી દૂરના વિસ્તારના લોકો પણ તેમની પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમનો અભ્યાસ કરીને રોજગારીની તકો મેળવી શકે. આને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજી (CSTT), શિક્ષણ મંત્રાલય, ભારત, 10 અલગ-અલગ ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં અન્ડર-પ્રેઝન્ટેડ ટેકનિકલ અને વૈજ્ઞાનિક ડિક્ષનરી વિકસાવવા માટે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Career News : મેડિકલના વિદ્યાર્થીઓ ભણશે આયુર્વેદ-યુનાની, UG-PGમાં કરશે રામાયણ-મહાભારતનો અભ્યાસ

આટલી ભાષાનો થશે સમાવેશ

વાસ્તવમાં ભારતના બંધારણમાં 22 ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંના મોટાભાગના પાસે ટેકનિકલ ખ્યાલો અને વૈજ્ઞાનિક શબ્દો સમજાવવા માટે શબ્દભંડોળનો અભાવ છે. આ સમસ્યાને કારણે પ્રાદેશિક ભાષાઓમાં બહુ ઓછી અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ છે. આ સમસ્યાને સમજીને કેન્દ્ર સરકાર વિવિધ ભાષાઓમાં અભ્યાસ માટે ટેકનિકલ અને વૈજ્ઞાનિક પરિભાષા વિકસાવી રહી છે. તેમાં સંસ્કૃત, બોડો, સંથાલી, ડોગરી, કાશ્મીરી, કોંકણી, નેપાળી, મણિપુરી, સિંધી, મૈથિલી અને કોંકણી જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

5000 શબ્દો સાથેના મૂળ શબ્દકોશો બહાર પાડશે

CSTT આગામી ત્રણથી ચાર મહિનામાં દરેક ભાષામાં 5000 શબ્દો સાથેના મૂળ શબ્દકોશો બહાર પાડશે. આ ડિજીટલ રીતે, કોઈ શુલ્ક વિના અને શોધી શકાય તેવા ફોર્મેટમાં ઉપલબ્ધ હશે. દરેક ભાષામાં 1000-2000 નકલો છાપવામાં આવશે.

15 ક્ષેત્રોને આવરી લેવાની પ્રથમ પ્રાથમિકતા

વિદ્યાર્થીઓ જે વિષયોમાં સરકારી સેવા ભરતી પરીક્ષાઓની તૈયારી કરે છે. તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રથમ પ્રાથમિકતા સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પત્રકારત્વ, જાહેર વહીવટ, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ અને ગણિત સહિત 15 ક્ષેત્રોને આવરી લેવાની છે. આનાથી યુનિવર્સિટી અને મધ્યમ અને સિનિયર શાળાઓ બંને માટે પાઠયપુસ્તકો બનાવવાનું શક્ય બનશે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Next Article