Digital Books : ધોરણ-12 સુધી 19 ભાષામાં લોન્ચ થશે ડિજિટલ બુક, જાણો વિદ્યાર્થીઓને શું થશે ફાયદો?

|

May 05, 2023 | 1:46 PM

Education : પ્રી-પ્રાયમરીથી ધોરણ 12 સુધી 19 ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો લોન્ચ કરવામાં આવ્યા છે. 19 ભાષાઓ ઉપરાંત આ ડિજિટલ પુસ્તકો 8 માધ્યમોમાં પણ પ્રકાશિત થયા છે.

Digital Books : ધોરણ-12 સુધી 19 ભાષામાં લોન્ચ થશે ડિજિટલ બુક, જાણો વિદ્યાર્થીઓને શું થશે ફાયદો?
Digital book launch

Follow us on

Education : પ્રી-પ્રાયમરીથી ધોરણ 12 સુધી 8 માધ્યમો અને 19 ભાષાઓમાં ઈ-બુક્સ લોન્ચ કરવામાં આવી છે. જેનો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગમે ત્યાં અને ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ સુલભ અને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે પ્રી-પ્રાઈમરીથી ધોરણ 12 સુધીના ઈ-પાઠ્યપુસ્તકો લોન્ચ કરી છે.

આ પણ વાંચો : Gujarat Education News : ગુજરાતમાં RTE એડમિશન માટે 96,707 અરજીઓ, જાણો ક્યારે શરૂ થશે એડમિશન?

આ ઈ-બુક્સ આસામ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ઈ-પાઠ્યપુસ્તકો 8 માધ્યમો અને 19 ભાષાઓમાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ગમે ત્યારે અને ગમે ત્યાંથી ઈ-બુક્સ એક્સેસ કરી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિદ્યાર્થીઓ પુસ્તકો ડાઉનલોડ કરી શકશે

સરકારે SCERT, SEBA અને AHSEC ના પોર્ટલ પર ડાઉનલોડ કરવા યોગ્ય ફોર્મેટમાં પાઠયપુસ્તકોના 475 શીર્ષકો ઉપલબ્ધ કરાવ્યા છે. વિદ્યાર્થીઓ તેમની જરૂરિયાત મુજબ તેને ડાઉનલોડ કરી શકે છે. રાજ્યના આદિજાતિ અને પછાત વર્ગના શિક્ષણ અને કલ્યાણ મંત્રી રનોજ પેગુ દ્વારા ઈ-બુક્સ લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આસામ રાજ્યમાં ભાષાકીય વિવિધતાને સમાવવા માટે શાળા આઠ અલગ-અલગ માધ્યમોમાં કાર્યરત છે. સરકારે 59,97,975 વિદ્યાર્થીઓને મફત પાઠયપુસ્તકોના 475 શીર્ષકો આપ્યા છે.

આ ઉપરાંત પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 સુધીના તમામ વર્ગો માટેની ઈ-પાઠ્યપુસ્તકો હવે SCERT, SEBA અને AHSECના પોર્ટલ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ડિજિટલ પાઠ્યપુસ્તકો 19 વિવિધ ભાષાઓ અને 8 માધ્યમોમાં પ્રકાશિત કરવામાં આવી છે.

શું ફાયદો થશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 45,000 સરકારી અને 10,000 કેન્દ્રીય સરકારી અને ખાનગી શાળાઓ સહિત લગભગ 54,000 શાળાઓને આનો લાભ મળશે. ઈ-પાઠ્યપુસ્તકોના લોન્ચિંગ સાથે રાજ્યભરના વિદ્યાર્થીઓ તેમના જરૂરી પાઠ્યપુસ્તકો સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના એક્સેસ કરી શકશે.

પુસ્તકો પણ ડિજિટલ પ્લેટફોર્મ પર હશે

અધિકારીએ કહ્યું કે, તમામ NCERT પુસ્તકો પણ ડિજિટલ પ્લેટફોર્મ પર બહાર પાડવામાં આવશે. આ પુસ્તકો સરકારના ડિજિટલ પ્લેટફોર્મ પર બહાર પાડવામાં આવશે. હવે ડિજિટલ શિક્ષણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સરકાર આ દિશામાં આ પગલું ભરી રહી છે. નવા પુસ્તકોને લઈને શિક્ષણ વિભાગ પણ ખાસ પ્લાન પર કામ કરી રહ્યું છે. સ્પર્ધાને ધ્યાનમાં રાખીને પુસ્તકના દરેક પ્રકરણ પછીના પ્રશ્નો ક્રિએટિવ લર્નિંગ પ્રમાણે તૈયાર કરવામાં આવશે. પ્રશ્નોની પરંપરાગત પેટર્ન બદલવામાં આવશે જેથી વિદ્યાર્થી શાળાઓમાંથી જ આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થાય.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Next Article