CBSE Result 2023: ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10-12નું પરિણામ, વિદ્યાર્થીઓને માર્કશીટ ડાઉનલોડ કરવા માટે DigiLocker PIN મળશે

|

May 11, 2023 | 12:37 PM

CBSE Board 023ના ધોરણ 10 અને 12નું પરિણામ ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. બોર્ડે વિદ્યાર્થીઓને આ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે કે જેથી વિદ્યાર્થીઓ પરિણામ સંબંધિત કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે.

CBSE Result 2023: ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10-12નું પરિણામ, વિદ્યાર્થીઓને માર્કશીટ ડાઉનલોડ કરવા માટે DigiLocker PIN મળશે

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE Board) દ્વારા 2023ના ધોરણ 10 અને 12નું ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. બોર્ડે વિદ્યાર્થીઓને આ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે કે જેથી વિદ્યાર્થીઓ પરિણામ સંબંધિત કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે. બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે કોઈપણ માહિતી માટે વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લે.

આ પણ વાંચો- 36 વર્ષની સેવા બાદ ભારતીય નૌકાદળમાંથી રિટાયર થયું INS Magar, જાણો Navyના મુખ્ય વોટર ક્રાફ્ટ ક્યા છે?

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર પરિણામ જાહેર કરવાની તારીખ 11 મેના રોજ જણાવવામાં આવી રહી હતી, જેના પર CBSE અધિકારીઓએ કહ્યું કે આ એક ખોટી નોટિસ છે, જે હાલના દિવસોમાં વાયરલ થઈ રહી છે. હાલમાં બોર્ડ દ્વારા પરિણામની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

 

પિન નંબર વગર પરિણામ ચેક કરી શકાતું નથી

બોર્ડે બુધવારે નોટિસ જાહેર કરીને કહ્યું કે 10માં અને 12માંની પરીક્ષા 2023નું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં હાજર થયેલા વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા બાદ ડિજીલોકર પર માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. આ માટે દરેક વિદ્યાર્થીને બોર્ડ તરફથી 6 અંકનો પિન નંબર મોકલવામાં આવશે. પિન નંબર શાળાઓને મોકલવામાં આવશે, જે શાળાના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડે ગયા વર્ષથી આ સિસ્ટમ શરૂ કરી છે.


CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 2023 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી યોજાઈ હતી. CBSE બોર્ડની  ધોરણ 10ની પરીક્ષા 2023 માટે કુલ 21.87 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

2022માં CBSE બોર્ડમાં ધોરણ 10માં લગભગ 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2022માં CBSE બોર્ડ ધોરણ 10માં પરીક્ષાઓ બે ટર્મમાં લેવામાં આવી હતી. ટર્મ 1ની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં અને ટર્મ 2ની પરીક્ષા મે-જૂનમાં પૂર્ણ થઈ હતી. બોર્ડે બંને ટર્મના માર્ક્સ જોડીને પરિણામ જાહેર કર્યું હતું.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Published On - 12:36 pm, Thu, 11 May 23

Next Article