સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે 18મી સપ્ટેમ્બરના રોજ ધોરણ 9 અને 11ની પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. લેટ ફી વગર પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. બોર્ડે તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ સંબંધમાં નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. CBSE સંલગ્ન શાળાઓ તેમના વિદ્યાર્થીઓને cbse.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફિશિયલ સૂચના અનુસાર 2025-26 સત્રમાં ધોરણ 10માં અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓમાં ફક્ત તે જ વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી આપવામાં આવશે, જેમના નામ અને વિગતો સંબંધિત શાળાઓ દ્વારા સબમિટ કરવામાં આવશે. જો કે CBSE શાળાઓ આ વિગતો સબમિટ કરે તે પહેલાં તેઓએ બોર્ડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
આ ઉપરાંત શાળાઓએ એ પણ જોવાનું રહેશે કે વિદ્યાર્થીઓ કોઈપણ અનધિકૃત/અસંબંધિત શાળાના નથી અને તેઓ નિયમિતપણે તેમની સંસ્થામાં વર્ગોમાં હાજરી આપી રહ્યા છે. વિદ્યાર્થીએ CBSE સિવાય અન્ય કોઈપણ શાળા શિક્ષણ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ નહીં.
CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 2025 15 ફેબ્રુઆરી 2025થી લેવામાં આવશે. ડેટશીટ ડિસેમ્બરમાં જાહેર થઈ શકે છે. પરીક્ષાઓ પેન અને પેપર ફોર્મેટમાં લેવામાં આવશે. બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે અલગ ડેટશીટ બહાર પાડશે. ધોરણ 12 ની પ્રાયોગિક પરીક્ષાઓ બાહ્ય પરીક્ષકની દેખરેખ હેઠળ લેવામાં આવશે, જ્યારે ધોરણ 10 ની પ્રાયોગિક પરીક્ષાઓ શાળા લેવલે જ લેવામાં આવશે.
CBSE એ 2025ની બોર્ડ પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શાળાઓએ પરીક્ષા સંગમ પોર્ટલ દ્વારા 10મા અને 12માના વિદ્યાર્થીઓની યાદી (LOC) સબમિટ કરવાની રહેશે. LOC સબમિટ કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 છે. ગયા વખતે પણ 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા લેવામાં આવી હતી.