Study in Canada : ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી તક, કેનેડામાં અભ્યાસ માટે 25 મિલિયનની શિષ્યવૃત્તિ અને 300 રિસર્ચ પદોની જાહેરાત

ભારત-કેનેડા વચ્ચે નવી પ્રતિભા વ્યૂહરચના હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહયોગ વધશે. આ પહેલથી કેનેડામાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ, સંશોધન તકો અને યુનિવર્સિટી વિનિમય કાર્યક્રમો ઉપલબ્ધ થશે.

Study in Canada : ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી તક, કેનેડામાં અભ્યાસ માટે 25 મિલિયનની શિષ્યવૃત્તિ અને 300 રિસર્ચ પદોની જાહેરાત
| Updated on: Mar 07, 2026 | 3:33 PM

કેનેડામાં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે નવી પ્રતિભા વ્યૂહરચના (Talent Strategy) હેઠળ શૈક્ષણિક સહયોગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ, સંશોધન તકો અને યુનિવર્સિટી વિનિમય કાર્યક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે ભારતમાં હાઇબ્રિડ અભ્યાસ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પોતાના દેશમાં રહીને પણ કેનેડિયન સંસ્થાઓ સાથે જોડાઈ શકે.

આ નવી પહેલની જાહેરાત 2 માર્ચ 2026ના રોજ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના કાર્યાલય દ્વારા કરવામાં આવી હતી. આ યોજના દ્વારા બંને દેશો વચ્ચે શિક્ષણ, સંશોધન અને નવીનતામાં વધુ સહકાર વધારવાનો ઉદ્દેશ્ય છે.

કેનેડાની પ્રતિષ્ઠિત ટોરોન્ટો યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે લગભગ $25 મિલિયન સુધીના ભંડોળની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 220થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે. ઉપરાંત, ભારતીય વિદ્યાર્થીઓ માટે 300 ફંડેડ સંશોધન પદો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ કેનેડામાં રહીને સંશોધન કાર્ય કરી શકે અને વૈશ્વિક સ્તરે અનુભવ મેળવી શકે છે.

આ પહેલના ભાગરૂપે ભારતમાં ત્રણ હાઇબ્રિડ અભ્યાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. આ કેન્દ્રો વિદ્યાર્થીઓને ભારતમાં રહીને કેનેડિયન યુનિવર્સિટીઓના કાર્યક્રમોમાં ભાગ લેવાની તક આપશે. તેમાંનું એક ઇનોવેશન કેમ્પસ ડેલહાઉસી યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તિરુપતિના સહયોગથી વિકસાવવામાં આવશે. ઉપરાંત, ટોરોન્ટો યુનિવર્સિટી અને મેકગિલ યુનિવર્સિટી ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ પણ સ્થાપિત કરશે, જ્યાં બંને દેશોના વિદ્યાર્થીઓ અને સંશોધકો સાથે મળીને કામ કરી શકશે.

Canadian University Indian University / Organization Details of MOU
University of British Columbia O.P. Jindal Global University Student and faculty exchange, research collaboration between both institutions
Simon Fraser University O.P. Jindal Global University Student and faculty mobility opportunities, joint academic programs, research collaboration
University of the Fraser Valley Panjab University Student and faculty exchange, joint academic programs, research collaboration, cohort-based mobility model
Algoma University Parul University Research collaboration, student and faculty exchange, short/summer courses, pathway for Parul CSE students to Algoma programs
Algoma University Chandigarh University Research collaboration, student and faculty exchange, short/summer courses, pathway for psychology, computer applications and management students
Dalhousie University SRM Institute of Science and Technology Nursing Dual Degree Program, 25 INC-approved seats, dual credentials, clinical experience in Canada
Dalhousie University Indian Council of Agricultural Research Research collaboration in digital agriculture, climate-resilient agriculture, horticulture, aquaculture and animal husbandry
University of Guelph O.P. Jindal Global University Student and faculty mobility for training and research
Brock University O.P. Jindal Global University Faculty collaboration and 3-year exchange programs in public health, sports management and business
Royal Roads University O.P. Jindal Global University Student and faculty exchange
Simon Fraser University Hydrogen Association of India Collaboration in hydrogen research, innovation, technology development and clean energy solutions
University of Toronto Indian Institute of Science AI research and education collaboration, joint initiatives involving the Temerty Centre for AI
University of Toronto Jio Institute AI and management programs, student and faculty exchange

નવી વ્યૂહરચના અંતર્ગત ભારત અને કેનેડાની કુલ 13 યુનિવર્સિટીઓ વચ્ચે સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારો દ્વારા વિદ્યાર્થી અને ફેકલ્ટી વિનિમય કાર્યક્રમો, સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને કેટલીક જગ્યાએ સંયુક્ત અથવા ડ્યુઅલ ડિગ્રી કાર્યક્રમો શરૂ કરવાની સુવિધા મળશે.

આ ભાગીદારીમાં યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, સિમોન ફ્રેઝર યુનિવર્સિટી, અલ્ગોમા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ગુએલ્ફ જેવી અનેક જાણીતી કેનેડિયન સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમણે વિવિધ ભારતીય યુનિવર્સિટીઓ સાથે સહયોગ શરૂ કર્યો છે.

શૈક્ષણિક સહયોગ સિવાય બંને દેશોએ કલા અને સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ સહકાર વધારવાનો નિર્ણય કર્યો છે. સંગીત, પરફોર્મિંગ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ, પુસ્તકો અને મનોરંજન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે પણ એક કરાર કરવામાં આવ્યો છે. આથી કલાકારો અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની નવી તકો મળી શકે છે.

ફેબ્રુઆરી 2026માં 20થી વધુ કેનેડિયન યુનિવર્સિટીઓના વડાઓના પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી. તેને કેનેડાનું અત્યાર સુધીનું સૌથી મોટું શૈક્ષણિક પ્રતિનિધિમંડળ માનવામાં આવે છે. હાલમાં કેનેડામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો હિસ્સો છે, જ્યારે આશરે 1.8 મિલિયન ભારતીય મૂળના લોકો કેનેડામાં રહે છે. નિષ્ણાતોના મતે, આ નવી પહેલ બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સંશોધન સંબંધોને વધુ મજબૂત બનાવશે.

કેનેડાએ ઇમિગ્રેશનમાં કર્યા મોટા ફેરફાર, 2026 માટે નવી એક્સપ્રેસ એન્ટ્રી શ્રેણીઓની કરી જાહેરાત