Bihar : ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક ! ગણિતનુ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ

|

Feb 17, 2022 | 4:46 PM

બિહાર બોર્ડ (BSEB) ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2022 આજથી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ પાળીમાં પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ગણિતનું પેપર સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું હતું.

Bihar : ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક ! ગણિતનુ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ
Bihar Board Exam (File Photo)

Follow us on

Bihar : બિહાર બોર્ડ (BSEB) ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને આજે પ્રથમ પાળીમાં ધોરણ 10ની ગણિતની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા (Social Media) પર ગણિતનું પેપર (Maths Paper) લીક થયાના અહેવાલો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્રશ્નપત્ર વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતુ. પેપર ઓરિજનલ છે કે નકલી તે અંગેની પ્રાથમિક તપાસ બાદ જિલ્લા વહીવટીતંત્રે કહ્યું કે, વાયરલ થઈ રહેલા તમામ પ્રશ્નો BSEB ધોરણ 10ના ગણિતના પેપર સાથે બંધબેસતા છે. ત્યારે હવે જિલ્લા વહીવટીતંત્ર આ અંગે કાર્યવાહી કરવાનુ રટણ કરી રહ્યુ છે.

પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પ્રશ્નપત્ર વાયરલ થયા બાદ શરૂઆતમાં મૂંઝવણ હતી પરંતુ પેપરની તપાસમાં તમામ પેપર અસલી હોવાનું જાણવા મળ્યું હતું. કડક સુરક્ષા અને કોવિડ-19ની માર્ગદર્શિકા (Corona Guidelines) વચ્ચે ગુરુવારે બિહાર બોર્ડની પરીક્ષા શરૂ થઈ. પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીકની ઘટના બની હતી.

પરીક્ષા 24 ફેબ્રુઆરી સુધી ચાલશે

રાજ્યમાં 1525 પરીક્ષા કેન્દ્રો પર 8.06 લાખ સહિત 16.48 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી રહી છે. જેમાં સવારે 9:30 થી 12:45 અને બપોરે 1:45 થી સાંજના 5 સુધીના બે શિફ્ટમાં હાથ ધરવામાં આવશે. તમને જણાવવુ રહ્યુ કે, બિહારમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને આ પરીક્ષા 24 ફેબ્રુઆરી સુધી હાથ ધરવામાં આવશે. બિહાર બોર્ડે આ પરીક્ષા માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

પરીક્ષા કેન્દ્ર પર કડકાઈ

પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશતા પહેલા પરીક્ષાર્થીઓની બે વાર તપાસ કરવામાં આવી રહી છે અને કેલ્ક્યુલેટર, સેલ ફોન, બ્લુટુથ ડિવાઈસ કે ઈયરફોન લાવવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સાથે જ કોઈપણ અનધિકૃત વ્યક્તિને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને મેજિસ્ટ્રેટની સાથે પોલીસ અધિકારીઓ પણ તૈનાત રાખવામાં આવી રહ્યા છે. આ સાથે જ તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તમામ નિરીક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ઓફલાઈન કરવાના નિર્ણય સામેની અરજી પર 21 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

Next Article