
CBSE Admit Card 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 2026 ની ધોરણ 10 અને 12 ની વાર્ષિક બોર્ડ પરીક્ષાઓ માટે પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. CBSE એ તેની ઓફિશિયલ વેબસાઇટ, cbse.gov.in પર ખાનગી ઉમેદવારો માટે હોલ ટિકિટ પહેલાથી જ અપલોડ કરી દીધી છે, જ્યારે નિયમિત વિદ્યાર્થીઓ માટે Admit Card ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની અપેક્ષા છે.
CBSE બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થવાની છે. પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થી માટે Admit Card સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ છે. કારણ કે તેના વિના તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ સુધારેલા સમયપત્રક મુજબ:
ધોરણ 10 ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 11 માર્ચ, 2026 સુધી ચાલશે. આ વર્ષે ધોરણ 10 માટે બે બોર્ડ પરીક્ષાઓનો વિકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેનો બીજો તબક્કો મે-જૂનમાં યોજાશે.
ધોરણ 12 ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2026 દરમિયાન યોજાશે. શાળાઓમાં 1 જાન્યુઆરી, 2026 થી પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે.
નિયમિત વિદ્યાર્થીઓ માટે: નિયમિત વિદ્યાર્થીઓએ તેમનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની જરૂર નથી. તેમની સંબંધિત શાળાઓ બોર્ડના પોર્ટલ પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરશે અને આચાર્યની સહી અને શાળાની સીલ લગાવ્યા પછી વિદ્યાર્થીઓને તેનું વિતરણ કરશે.
જો કોઈપણ માહિતીમાં કોઈ વિસંગતતા જોવા મળે, તો વિદ્યાર્થીઓએ તાત્કાલિક તેમની શાળા અથવા પ્રાદેશિક CBSE કાર્યાલયનો સંપર્ક કરવો જોઈએ.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.