બિલ ગેટ્સે કરી પીએમ મોદી સાથે મુલાકાત, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કરી આ ખાસ અપીલ

|

Mar 01, 2024 | 7:23 AM

IIT દિલ્હીના વિદ્યાર્થીઓને બિલ ગેટ્સે ટેકનોલોજી અને શિક્ષણ અંગે પ્રોત્સાહિત કર્યા. બિલ ગેટ્સ વિદ્યાર્થીઓ સાથે ઈનોવેશન ફોર પબ્લિક ગુડ વિષય પર વાત કરવા આવ્યા હતા જ્યાં તેમને વિદ્યાર્થીઓને કહ્યું કે તમે શિક્ષણ અને ટેક્નોલોજી દ્વારા પરિવર્તન લાવી શકો છો. બિલ ગેટ્સના આ કાર્યક્રમમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ ઈવેન્ટ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી.

બિલ ગેટ્સે કરી પીએમ મોદી સાથે મુલાકાત, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કરી આ ખાસ અપીલ
Bill Gates - PM Modi

Follow us on

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા, તે પહેલા તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) દિલ્હી ગયા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. બિલ ગેટ્સ ઈનોવેશન ફોર પબ્લિક ગુડ વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવ્યા હતા. તેમના સંબોધનમાં બિલ ગેટ્સે વિદ્યાર્થીઓને સામાજિક ભલાઈ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમમાં બિલ ગેટ્સે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક પરિવર્તનશીલ ટેક્નોલોજી છે. બિલ ગેટ્સની ઈવેન્ટમાં 1,000 થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને સમગ્ર IIT કેમ્પસના વિદ્યાર્થીઓ માટે આ ઈવેન્ટને YouTube પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પીએમ સાથે કરી મુલાકાત

બિલ ગેટ્સ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી. પીએમમોદીએ બિલ ગેટ્સનાં વખાણ કરતાં સોશિયલ હેન્ડલ પર લખ્યું કે ખરેખર એક અદ્ભુત મુલાકાત! એવા ક્ષેત્રોની ચર્ચા કરવામાં હંમેશા આનંદ થાય છે જે આપણા ભારતને વધુ સારું બનાવશે અને વિશ્વભરના લાખો લોકોને સશક્ત બનાવશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક પરિવર્તનશીલ ટેકનોલોજી

બિલ ગેટ્સે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સૌથી ફાયદાકારક ટેક્નોલોજી છે. AI નું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવા માટે તેમને કહ્યું કે જો હું આજે એક વિદ્યાર્થી હોત તો AI ના રહસ્યો મને આકર્ષિત કરશે. તેને કહ્યું કે અમે ટેક્નોલોજીને સારી રીતે સમજી શકતા નથી, પરંતુ હું ચોક્કસપણે આ પ્રકારની ટેક્નોલોજી વિશે જાણવા માંગુ છું. તેમના સંબોધન દરમિયાન, બિલ ગેટ્સે સતત સ્વાસ્થ્ય અને વિકાસના પડકારોને સંબોધવામાં ઉભરતી તકનીકોની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી. તેમને વેક્સિન નિર્માણમાં ભારતના કાર્ય, શિક્ષણ માટે AI અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક જાહેર જનતાની ભલાઈમાં ભારતના યોગદાન પર ભાર મૂક્યો હતો.

વિદ્યાર્થીઓને સંબોધતા બિલ ગેટ્સે કહ્યું, ‘હું આશા રાખું છું કે જેમ તમે IIT પછી તમારા ભવિષ્યની યોજના કરી રહ્યા છો, ત્યારે તમે ભારત અને સમગ્ર દુનિયામાં જીવન સુધારવા માટે અહીં જે કૌશલ્યો પ્રાપ્ત કર્યા છે તેનો ઉપયોગ કરશો. ‘તમે ફેરફાર કરી શકો તેવી ઘણી રીતો છે. તેમને કહ્યું, “ભારત અને વિશ્વમાં વધુ સારા પરિવર્તન લાવવા માટે તમે જે કામ કરો છો તે જોઈને હું ઉત્સાહિત છું.

આ પણ વાંચો: શું છે SWAYAM Plus પોર્ટલ, જે શિક્ષણ મંત્રાલયે કર્યું લોન્ચ ? સ્ટુડન્ટ જાણી લો આના ફાયદા

Published On - 7:23 am, Fri, 1 March 24

Next Article