Ahmedabad: ગુજરાતી માધ્યમની (Gujarati medium) શાળાઓની (School) કથળતી ગુણવત્તા તેમજ અંગ્રેજીનો (English) ક્રેઝ બંને વચ્ચે પીસાતા ગુજરાતના બાળકો માટે શિક્ષણનું (Education)એક નવું માધ્યમ અસ્તિત્વમાં આવી રહ્યું છે જેનું નામ છે “ગ્લોબલ ગુજરાતી શિક્ષણ”. આ માધ્યમ એક દ્વિભાષી માધ્યમ છે. જેમાં બાળકોને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં તમામ વિષયો ભણાવવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષ જૂન 2022 થી અમદાવાદની કુલ 30 શાળાઓ આ મોડલ અપનાવવા જઈ રહી છે.
અમદાવાદ આચાર્ય સંઘ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા દ્વિભાષી માધ્યમના આ મોડેલની સમજૂતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ મનોવૈજ્ઞાનિક અને સાહિત્યકાર રઈશ મણિયાર દ્વારા સમગ્ર મોડેલ કઈ રીતે શાળાઓમાં કાર્યરત થશે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
શું છે આ મોડેલનું ફોર્મેટ?
વર્ષ 2016થી સુરતની કુલ 29 શાળાઓમાં આ ફોર્મેટ અપનાવવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1 અને 2 માં માધ્યમ ગુજરાતી જ્યારે અંગ્રેજીનો ફક્ત પરિચય (સાંભળવું અને બોલવું), ત્યારબાદ ધોરણ 3 થી 5માં માધ્યમ ગુજરાતી જ્યારે અંગ્રેજી લેખનની શરૂઆત, ત્યારબાદ ધો – 6, 7,8 માં માધ્યમ ગુજરાતી અને તેની સાથે ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોમાં અંગ્રેજી ભાષાનો 50 ટકા ભારણ સાથે ઉપયોગ કરવામાં આવશે, ત્યારબાદ ધો – 9 અને 10 માં માધ્યમ ગુજરાતી અને તેની સાથે સંપૂર્ણ અંગ્રેજી ભાષામાં પાઠ્ય પુસ્તકો છપાશે. તમામ ધોરણોમાં ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષયો ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં સ્કુલ ઓફ એક્સેલંસમાં પણ આ મોડેલને કેટલીક શાળાઓમાં અપનાવવામાં આવશે. આ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વર્તમાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ જે ખાનગી શાળાઓ આ મોડેલ ને અપનાવવા માંગે તેઓ તે કામગીરી કરી શકે છે તે મુજબનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. પરંતુ આ માટે ખાનગી શાળાઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. અમદાવાદની 30 શાળાઓ જ્યાં આ મોડેલ દ્વારા બાળકોને ભણાવાશે.
દ્વિભાષી માધ્યમમાં જોડાવા તૈયારી બતાવેલ શાળાઓની યાદી
આ પણ વાંચો : Amreli : યુક્રેન અભ્યાસ માટે ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો : મહેસાણા : મંગળવારે થનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ
Published On - 6:01 pm, Fri, 4 March 22