Australian Universities Ban: ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ ભારતના 5 રાજ્યોના વિદ્યાર્થીઓ પર શા માટે મૂક્યો પ્રતિબંધ

|

May 27, 2023 | 6:13 PM

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધવાની છે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓએ ભારતના 5 રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતના રાજ્યો કે જેના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા ઉપરાંત જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે.

Australian Universities Ban: ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ ભારતના 5 રાજ્યોના વિદ્યાર્થીઓ પર શા માટે મૂક્યો પ્રતિબંધ
Australian Universities Ban

Follow us on

AUSTRALIA: વિઝા છેતરપિંડીના વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાંથી એક કે જેણે પ્રતિબંધ મૂક્યો છે તે વિક્ટોરિયા સ્થિત ફેડરેશન યુનિવર્સિટી છે. તે જ સમયે પ્રતિબંધિત બીજી યુનિવર્સિટીનું નામ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી છે, જે ન્યૂ સાઉથ વેલ્સમાં સ્થિત છે. સિડની મોર્નિંગ હેરાલ્ડે આ માહિતી આપી છે.

આ પણ વાંચો : Current Affairs 26 May 2023 : આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં ‘ગોલ્ડ મેડલ’ કોણે જીત્યો, ઓસ્ટ્રેલિયાના ક્યાં પાર્કનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કર્યું, આવા જ કરન્ટ અફેર્સ વિશે મેળવો માહિતિ

દર ચારમાંથી એક વિદ્યાર્થીની વિઝા એપ્લિકેશન ફ્રોડ

ઓસ્ટ્રેલિયાના હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં વિઝા ફ્રોડ અંગે મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાંથી આવતી દર ચાર સ્ટુડન્ટ વિઝા અરજીઓમાંથી એક વિઝા એપ્લિકેશન ફ્રોડ છે. વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી અને ફેડરેશન યુનિવર્સિટીએ એજ્યુકેશન એજન્ટોને સૂચના આપી છે કે, તેઓ ભારતના ચાર રાજ્યો પંજાબ, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓના નામ પર વિચાર ન કરે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

PM મોદીની મુલાકાત પહેલા પ્રતિબંધની કરી જાહેરાત

નોંધનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસીય પ્રવાસ પહેલા બંને યુનિવર્સિટીઓએ પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ એવા સમયે કરવામાં આવ્યું હતું જ્યારે સિડનીમાં ભારતીય પ્રવાસીઓ માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 મેના રોજ જાહેર કરાયેલા પત્રમાં તેમણે કહ્યું કે, તેમણે જોયું કે ગૃહ વિભાગ ભારતીય પ્રદેશોમાંથી આવતા વિઝાને નકારી રહ્યું છે અને આ વધારો નોંધપાત્ર છે.

બીજી તરફ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ એજન્ટોને તેના પત્રમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022માં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. આવું કરનારા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ પંજાબ, ગુજરાત અને હરિયાણાના હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ ભારતના આ રાજ્યોમાંથી પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયાની અન્ય ઘણી યુનિવર્સિટીઓએ પણ કેટલાક રાજ્યોના ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. એડિથ કોવેન યુનિવર્સિટી, ટોરેન્સ અને સાઉથર્ન ક્રોસ યુનિવર્સિટી આમાં મુખ્ય છે.

વિદ્યાર્થીઓ કેવી રીતે છેતરપિંડી કરે છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના યુપી, પંજાબ, ગુજરાત સહિત ઘણા રાજ્યોના ભારતીય નાગરિકો સ્ટુડન્ટ વિઝા લઈને ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ વચ્ચે અભ્યાસ છોડીને તેઓ કામ કરવા લાગે છે. જેના કારણે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જો કે આનાથી તે ભારતીય વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થશે, જેઓ ખરેખર અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયાની કોલેજોમાં પ્રવેશ લેવા માગે છે.

ઓસ્ટ્રેલિયામાં કેસ કેમ વધી રહ્યા છે?

સિડની હેરાલ્ડના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસને દેશમાં કામ કરતા વિદેશી વિદ્યાર્થીઓની નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા હતા. આમાં તેમના કામ પર લાદવામાં આવેલી મર્યાદા દૂર કરવામાં આવી હતી. ત્યારથી વિદ્યાર્થી વિઝાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે હવે વર્તમાન અલ્બેનીઝ સરકાર આ નીતિને ફરીથી બદલવાની તૈયારી કરી રહી છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:11 pm, Sat, 27 May 23

Next Article