પહેલા ફી ભરો પછી જ પરીક્ષા આપો, અમદાવાદમાં ઓઢવની તક્ષશિલા શાળાની મનમાની

| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:44 PM

અમદાવાદ શહેરના ઓઢવ (Odhav) વિસ્તારમાં આવેલી તક્ષશિલા શાળાની(Taxila School) છે. તક્ષશિલા શાળા દ્વારા ફી(Fee) ના ભરી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખ્યા.

Ahmedabad : પહેલા ફી ભરો પછી જ પરીક્ષા આપવા દેવામાં આવશે. શાળાને વિદ્યાર્થીઓના ભવિષ્યની નહીં પણ ફીની પડી છે. ભલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે પણ ફી વિના તો પરીક્ષા નહીં જ આપવા દેવામાં આવે. આ દાદાગીરી અમદાવાદ શહેરના ઓઢવ (Odhav) વિસ્તારમાં આવેલી તક્ષશિલા શાળાની(Taxila School) છે. તક્ષશિલા શાળા દ્વારા ફી(Fee) ના ભરી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખ્યા. ધોરણ 6 થી 9ના 20થી વધુ વિદ્યાર્થીઓને ફી ભરો ત્યારબાદ જ પરીક્ષા આપવા દેવામાં આવશે તેવી સ્કૂલ દ્વારા ધમકી આપી અને પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપવામાં ન આવી. પહેલા ફી ભરો પછી જ પરીક્ષા આપવામાં દેવામાં આવશે તેવી શાળા દ્વારા ધમકી આપવામાં આવી હતી. જો કે DEOની સૂચના બાદ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાયા હતા.

નોંધનીય છેકે કોરોનાકાળમાં અનેક વાલીઓની સ્થિતિ કપરી બની છે. આર્થિક પરિસ્થિતિને પગલે કેટલાક વાલીઓ પોતાના સંતાનોની ફી ભરવા અસક્ષમ છે. ત્યારે કેટલીક શાળાઓ દ્વારા માત્ર ફી ભરવા દબાણ કરાતા વાલીઓની સ્થિતિ કફોડી બની છે. ત્યારે ફરી ફી વધારાને લઇને વાલીઓ મજબુર બન્યા છે. ત્યારે આ મામલે હવે વાલીઓ ફરી વિરોધ કરે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચો :Ahmedabad: સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને મળ્યો વેગ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે રુબરુ મુલાકાત લઇ મેળવી જાણકારી

આ પણ વાંચો :Twitter Deal: એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી 15 બિલિયન ડોલરનું કરશે રોકાણ, બ્લેકસ્ટોન, વિસ્ટા, બ્રુકફિલ્ડે નાણાં રોકવાનો કર્યો ઇનકાર

Published on: Apr 20, 2022 06:41 PM