Ahmedabad : જીટીયુએ ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કર્યા, ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે : ગૃહરાજ્યમંત્રી

|

Feb 25, 2022 | 4:46 PM

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે , જીટીયુ દ્વારા ઈતિહાસ અને ભવિષ્યને સાંકળીને બન્ને કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે. જેમાં જીટીયુના વિદ્યાર્થીઓ પણ વિશેષ રીતે મદદરૂપ થશે.

Ahmedabad : જીટીયુએ ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કર્યા, ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે : ગૃહરાજ્યમંત્રી
Ahmedabad: GTU launches horse riding and drone flying course

Follow us on

Ahmedabad :  જીટીયુ (GTU) દ્વારા ઈતિહાસ અને ભવિષ્યને સાંકળીને બન્ને કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીની (Drone technology)નવી પોલિસી જાહેર કરાશે. જેમાં જીટીયુના વિદ્યાર્થીઓ વિશેષ રીતે મદદરૂપ થશે. ઘોડેસવારીના (Horse riding) પ્રેક્ટીકલ અને થીયરી સહિત ડ્રોન ફ્લાઈંગના રોડ મેપીંગ , જમીનના સર્વે, ડ્રોન પાયલોટીંગ વિષયો પર કોર્સ ચલાવવામાં આવશે.

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામવા મેળવનાર અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણની સાથે – સાથે અન્ય વિષયમાં પણ પારંગત બને અને આપણી પરંપરાગત રમતો અને કૌશલ્યો પણ શિખે તે હેતુસર, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (Home Minister Harshbhai Sanghvi)વરદ હસ્તે જીટીયુ ખાતે ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગના કોર્સની શરૂઆત કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે , જીટીયુ દ્વારા ઈતિહાસ અને ભવિષ્યને સાંકળીને બન્ને કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે. જેમાં જીટીયુના વિદ્યાર્થીઓ પણ વિશેષ રીતે મદદરૂપ થશે. વિશેષમાં તેઓએ જણાવ્યું કે , આગામી સમયમાં મોબાઈલ ટેક્નોલોજીની જેમ જ ડ્રોન ટેક્નોલોજી પણ જીવન જરૂરીયાતની ટેક્નોલોજી તરીકે પ્રસ્થાપિત થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ એન્ટીડ્રોન ખરીદેલ છે. જેની ટૂંક સમયમાં ડિલિવરી થશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

તાજેતરમાં પ્રજાસત્તાક દિને ડ્રોન શોમાં ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મને વિશ્વાસ છે કે, જીટીયુના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે ટેક્નોલોજીનો વિકાસ કરીને ડ્રોન શોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વર્તમાન સમયમાં પણ ગુજરાત પોલિસમાં ઘોડે સવારી પર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમના માટે વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જીટીયુ આ ટ્રેનિંગ શરૂ કરીને ગૃહવિભાગને પણ ભવિષ્યમાં મદદરૂપ થશે તેવી ખાતરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે જીટીયુ ખાતે ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગના કોર્સની શરૂઆત

રાજ્યની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલય દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સલામતી સંબધીત પગલાં ભરવામાં આવે છે. આજની યુવા પેઢી અને દરેક વિદ્યાર્થીઓ પણ ડ્રોન ટેક્નોલોજી બાબતે પણ અવગત થાય તે માટે જીટીયુ દ્વારા ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ દ્વારા ટેક્નોલોજી સંબધીત કોર્સ તો ભણાવાય જ છે. પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરીપ્રેક્ષમાં સર્વાંગી વિકાસ કરતાં કોર્સ પણ જીટીયુ દ્વારા ચલાવવાનું લક્ષ્ય છે.

ડ્રોન ફ્લાઈંગ કોર્સમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓ રોડ મેપીંગ , જમીનના સર્વે, ઇન્સ્પેક્શન , કૃષી અને મેડિસીન ડિલિવરી સહિતના વિવિધ કાર્યો ડ્રોન ટેક્નોલોજી થકી કેવી રીતે કરવા તે શિખવવામાં આવશે. જ્યારે ઘોડેસવારીના કોર્સમાં પ્રેક્ટિકલ સહિત તેની થીયરી અને તેના પર રમાતી આપણી પરંપરાગત રમતો પણ શિખવાડવામાં આવશે. ડ્રોન ફ્લાઈંગ કોર્સ અને ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનાર જીટીયુ બંન્ને કોર્સમાં અનુક્રમે રાજ્યની અને દેશની પ્રથમ યુનિવર્સિટી છે.

આ પણ વાંચો : કેવડિયા ખાતે નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતી શરૂ, આરતી માટે વિશેષ વેબસાઇટ ખુલ્લી મુકવામાં આવી

આ પણ વાંચો : જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?

Published On - 4:41 pm, Fri, 25 February 22

Next Article