બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે

|

Feb 21, 2022 | 8:23 AM

ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ઓફલાઇન શિક્ષણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ આજથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ થશે.

બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે
Symbolic Image

Follow us on

ગુજરાત(Gujarat) માં લગભગ બે વર્ષ બાદ આજથી સ્કૂલો-કોલેજો (School-colleges) સંપૂર્ણપણે ઓફલાઈન (Offline education)જ ચાલશે. આજથી ઓનલાઈન શિક્ષણ (Online education)નો વિકલ્પ આપવામાં નહી આવે. જેથી વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે. થોડા દિવસ પહેલાં સરકારની કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સ્કૂલો-કોલેજોમાં હવે ઓફલાઈન શિક્ષણ જ અપાશે. કોરોનાને લીધે માર્ચ 2020થી સ્કૂલો-કોલેજો તબક્કાવાર બંધ કરાઈ હતી અને સમયાંતરે શરૂ પણ કરાઈ હતી. જો કે, તેમાં ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ એમ બંને વિકલ્પો અપાયા હતા. પરંતુ હવે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ બંધ થતાં સ્કૂલ-કોલેજ ફરીથી પહેલાની જેમ ધમધમશે.

ગુજરાતમાં લગભગ બે વર્ષ જેટલો સમય વિદ્યાર્થીઓ માટે કપરો સમય હતો. પરંતુ હવે શાળા-કોલેજોમાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણ શરુ થયુ છે. છેલ્લા બે વરસથી કોરોનાને કારણે સ્કૂલો-કોલેજો નિયમિત ખોલવામાં આવી ન હતી અને, મોટાભાગે શાળા-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ઘણી માઠી અસર પડી છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. જેથી ગુરુવારે રાજ્યસરકારે (Government of Gujarat)મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઇનને મંજૂરી આપી દેવામાં આવી છે. આમ હવે આજથી શાળા-કોલેજો ફરીથી રાબેતા મુજબ શરૂ થઇ જશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

નોંધનીય છે કે આ મામલે શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય અપાયો છે. જે માટે આ નિર્ણયનું અમલીકરણ તા. 21મીને સોમવારથી થઇ રહ્યું છે. જેમાં સ્કૂલોમાં 100% હાજરી સાથે ભણાવવા સરકાર તૈયાર થઇ છે. શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે નોંધ્યું હતું કે, શિક્ષણના વિશાળ જાહેર હિતમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ આજની કોર કમિટીમાં ચર્ચા થઈ હતી. જે મુજબ, 21 ફેબ્રુઆરી, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

સોમવારથી શાળાઓમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં ક્લાસરૂમમાંથી ચાલતા ઑનલાઇન શિક્ષણના બદલે હવે માત્ર ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓ માટે જી-શાળા એપ પર રેકોર્ડેડ કન્ટેન્ટ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, હવે રાજ્યની સ્કૂલોમાં રાબેતા મુજબનું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.

આ પણ વાંચો-

Ahmedabad: સંધિવાની બીમારીથી પીડિત દર્દીઓને હવે કાપ કૂપ વિના મળી શકશે સારવાર, જાણો અનોખી પદ્ધતિ વિશે

આ પણ વાંચો-

રાજ્યની 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા યોજનાના 42.73 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

Published On - 8:10 am, Mon, 21 February 22

Next Article