Education News: CBSE બોર્ડનું પરિણામ જાહેર ન થયું, એન્જીનિયરીંગમાં લંબાવાયો પ્રવેશનો કાર્યક્રમ

ડિગ્રી એન્જીનિયરીંગ (Engineering) અને ડિપ્લોમાથી ડિગ્રીમાં 18મી જુલાઈ સુધી નોંધણી કરી શકાશે. ડિગ્રી ઈજનેરીમાં કુલ બેઠકના માત્ર 37 ટકા વિદ્યાર્થીએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમજ ડી ટુ ડીમાં પ્રવેશ માટે 31મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

Education News: CBSE બોર્ડનું પરિણામ જાહેર ન થયું, એન્જીનિયરીંગમાં લંબાવાયો પ્રવેશનો કાર્યક્રમ
Cbsc exam result
| Edited By: | Updated on: Jun 30, 2022 | 11:41 AM

CBSE સહિતના અન્ય બોર્ડના પરિણામો જાહેર ન થતાં ડિગ્રી એન્જીનિયરીંગ (Degree engineering) અને ડિપ્લોમાથી (Degree Engineering and Diploma) ડિગ્રીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ લંબાવવામાં આવ્યો છે. પ્રવેશ સમિતિ દ્વારા લંબાવાયેલો કાર્યક્રમ 29 Juneએ જાહેર કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક સત્ર પણ અંદાજે 15 દિવસ મોડું શરૂ થશે

એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા (Registration process) પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ નવા કાર્યક્રમ મુજબ રજિસ્ટ્રેશનની મૂદત 18મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. જેથી હવે ઈજનેરીમાં પ્રોવિઝનલ મેરિટ 26મી જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે અને મોક રાઉન્ડ અને ફાઈનલ મેરિટ લિસ્ટ 3 ઓગસ્ટના રોજ જાહેર કરવામા આવશે. જેથી હવે 23મી ઓગસ્ટના રોજ શૈક્ષણિક સત્રનો (Academic session) પ્રારંભ કરવામાં આવશે. આમ કાર્યક્રમમાં ફેરફાર થતાં હવે શૈક્ષણિક સત્ર પણ અંદાજે 15 દિવસ મોડું શરૂ થશે.

37 ટકા જેટલી બેઠકો પર રજિસ્ટ્રેશન

ડિગ્રી એન્જીનિયરીંગમાં અત્યાર સુધીમાં કુલ 23,541 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઈજનેરીમાં કુલ 64 હજાર જેટલી બેઠકો આવેલી છે. આમ, અત્યાર સુધીમાં માત્ર 37 ટકા જેટલી બેઠકો પર રજિસ્ટ્રેશન થયું છે.

ડી ટુ ડીમાં પ્રવેશ માટે 31મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન

ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ માટે 31મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ લેવા માટે અત્યાર સુધીમાં કુલ 8,322 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે રજિસ્ટ્રેશનની મૂદત લંબાવાતાં પ્રોવિઝનલ મેરિટ 23મી ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. ફાઈનલ મેરીટ 1લી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામા આવશે.  ડિપ્લોમા ટુ ડિગ્રીમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ હવે 14મી સપ્ટેમ્બરથી થશે.