Success Story: મહિલા ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી કરી શાકભાજીની ખેતી, દર વર્ષે કરે છે લાખો રૂપિયાની કમાણી

|

Aug 27, 2023 | 4:22 PM

મહિલા ખેડૂત ઉષા દેવી ઓર્ગેનિક રીતે વિવિધ શાકભાજીની ખેતી કરે છે. તે બજારમાં દરરોજ હજારો રૂપિયાની કિંમતના શાકભાજી વેચે છે. લીલા શાકભાજીની સાથે આમલીનો પણ સંગ્રહ કરી વેચાણ કરે છે. તેઓ ખેતીમાંથી ઘણો નફો પણ મેળવે છે.

Success Story: મહિલા ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી કરી શાકભાજીની ખેતી, દર વર્ષે કરે છે લાખો રૂપિયાની કમાણી
Vegetable Farming

Follow us on

ભારતના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. સંબોધનમાં અર્થવ્યવસ્થા, રોજગાર, મહિલાઓ, યુવા વગેરે મુદ્દાઓ સહિત ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ઘણી યોજનાઓનો (Government Scheme) પણ ઉલ્લેખ કર્યો હતો.

ઓર્ગેનિક ખેતીમાંથી વધુ ઉત્પાદન લેનારા ખેડૂતોમાં સામેલ

આ યોજનાઓમાંથી એક સરકારની લખપતિ દીદી યોજના છે. આ યોજનાએ છત્તીસગઢની મહિલા ખેડૂત ઉષા દેવીના જીવનની સ્થિતિ બદલી નાખી છે. ઉષા દેવી છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાની રહેવાસી છે. ઉષા ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા ખેતી કરે છે. તેઓ કુદરતી સંસાધનો સાથે સજીવ ખેતીની પદ્ધતિમાં નિષ્ણાત છે અને તેમનું નામ ઓર્ગેનિક ખેતીમાંથી વધુ ઉત્પાદન લેનારા ખેડૂતોમાં સામેલ છે.

આ પણ વાંચો : અભણ ખેડૂતે 15 લાખ રૂપિયાની લોન લઈને શરૂ કરી દાડમની ખેતી, આવી રીતે કરી 80 લાખ રૂપિયાની કમાણી

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજીની ખેતી

મહિલા ખેડૂત ઉષા દેવી ઓર્ગેનિક રીતે વિવિધ શાકભાજીની ખેતી કરે છે. તે બજારમાં દરરોજ હજારો રૂપિયાની કિંમતના શાકભાજી વેચે છે. લીલા શાકભાજીની સાથે સાલ, મહુઆ, આમલી અને તૌરાનો પણ સંગ્રહ કરી વેચાણ કરે છે. તેઓ તેની ખેતીમાંથી ઘણો નફો પણ મેળવે છે. ઉષા ખેતીમાં વૈવિધ્યતા દ્વારા અન્ય મહિલા ખેડૂતો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહી છે.

આ પણ વાંચો : Marigold Farming: મેરીગોલ્ડ ફૂલની ખેતી પર ખેડૂતોને મળશે 28 હજાર રૂપિયાની સહાય, જાણો કેવી રીતે કરવી અરજી

શું છે લખપતિ દીદી યોજના?

લખપતિ દીદી યોજના મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલી યોજના છે, જેમાં મહિલાઓને લખપતિ બનવાની તક પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સ્વ-સહાય જૂથની મહિલાઓને લાભ મળશે. આ યોજનામાં મહિલાઓની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઉપર વધારવામાં આવશે, તેનાથી તેમનું જીવનધોરણ સુધરશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article