દૂધ દુરંતોએ રેનીગુંટાથી દિલ્હી (Delhi) 10 કરોડ લીટર દૂધ સપ્લાય કર્યું છે. અત્યાર સુધી આ સ્પેશિયલ ટ્રેનોએ (Special Train) 443 ટ્રીપ દ્વારા 2502 ટેન્કરથી દૂધ સપ્લાય કર્યું છે. આંધ્રપ્રદેશના રેનીગુંટાથી ‘દુધ દુરંતો’ વિશેષ ટ્રેનો દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં દૂધનો પુરવઠો 100 મિલિયન લીટરનો આંકડો પાર કરી ગયો છે.
26 માર્ચ, 2020 ના રોજ શરૂ થયા બાદ આ વિશેષ ટ્રેનો દક્ષિણ મધ્ય રેલવે દ્વારા અવિરતપણે ચલાવવામાં આવી રહી છે અને આજ સુધી 443 ટ્રીપ દ્વારા દૂધના 2,502 ટેન્કરો પૂરા પાડવામાં આવ્યા છે.
ખેડૂતોને મોટો ફાયદો મળી રહ્યો છે
રેલવે દ્વારા ચલાવવામાં આવતા ‘દૂધ દુરંતો’ એક્સપ્રેસ કોચ દૂધને ઠંડુ રાખે છે. તેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે દૂધ બગડતું નથી. સાથે જ રેલવેની આ સુવિધાને કારણે ખેડૂતોને (Farmers) દૂધના યોગ્ય ભાવ પણ મળી રહ્યા છે.
ભારતીય રેલવેએ (Indian Railways) દેશભરમાં દૂધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક ખાસ પ્રકારની મિલ્ક વાન તૈયાર કરી છે. આ મિલ્ક વેનની ક્ષમતા 44,660 લીટર છે. આ રેલ મિલ્ક ટેન્કથી દૂધ એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ ઓછા ખર્ચે અને સલામત રીતે પહોંચાડવામાં આવશે. આ રેલથી ખેડૂતોને લાભ મળશે. તેઓ તેમના ઉત્પાદન માટે શ્રેષ્ઠ કિંમત મેળવી શકશે.
દૂધ દુરંતો વિશે જાણો
1. રેનીગુંટાથી નવી દિલ્હી સુધી રેલ દ્વારા દૂધનો પુરવઠો પહોચાડવામાં આવ્યો છે.
2. કોવિડ -19 પહેલા, નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોની દૂધની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દૂધના ટેન્કરો સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનો સાથે જોડાયેલા હતા.
3. જ્યારે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે દક્ષિણ મધ્ય રેલવેએ આ હેતુ માટે ખાસ કરીને દૂધના ટેન્કરો માટે ‘દૂધ દુરંતો’ વિશેષ ટ્રેનો ચલાવવાની અનોખી પહેલ કરી હતી.
4. આ ટ્રેન રેનીગુંટાથી હઝરત નિઝામુદ્દીન સ્ટેશન સુધીના 2300 કિલોમીટરના અંતરને 30 કલાકના સમયમાં આવરી લે છે.
5. દૂધ દુરંતો સ્પેશિયલ ટ્રેનો સામાન્ય રીતે 6 દૂધના ટેન્કરો વહન કરે છે, દરેક ટેન્કર 40,000 લીટરની ક્ષમતા ધરાવે છે અને આમ ટ્રેનની કુલ ક્ષમતા 2.40 લાખ લિટર છે.
6. અત્યાર સુધી આ સ્પેશિયલ ટ્રેનોએ 443 ટ્રીપમાં 2,502 મિલ્ક ટેન્કરથી 10 કરોડ લીટરથી વધુ દૂધ પૂરું પાડ્યું છે.
આ અનોખી પહેલ શરૂ થયા બાદ આ ટ્રેનોએ કોવિડ -19 ના સૌથી ખરાબ સમયમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચેઇનને સંતુલિત કરવા માટે આગળ ચાલુ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સરકાર 10 લાખ હેક્ટર વિસ્તારમાં હર્બલ ખેતીની યોજના પર કરી રહી છે કામ, ખેડૂતોની આવક 5,000 કરોડ રૂપિયા સુધી વધશે
આ પણ વાંચો : સિંચાઈની આ ટેકનીક ખેતી માટે છે ખૂબ જ ઉપયોગી, ખેડૂતોને મળશે મબલખ ઉત્પાદન